તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વાતાવરણમાં પલટો:કચ્છમાં અણધાર્યા વરસાદથી ખેતીને વ્યાપક નુક્સાન

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં પોણો, ગાંધીધામ અને અબડાસામાં દોઢ, અંજાર એક ઇંચ, ભચાઉ, રાપર, નખત્રાણા,માંડવી પંથકમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા પડ્યા
  • ચોમાસામાં વિક્રમી પાણી વરસતાં 70 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો હતો તેવામાં ફરી કમોસમી વરસાદે કિસાનો માટે સર્જી સમસ્યા : મગફળી, તલ, મગ, કપાસ, બાજરી, ગોવાર સહિતના તૈયાર પાકો પલળી જતાં મોટા આર્થિક ફટકાની ભીતિ

કચ્છમાં સતત બીજા દિવસે પણ અણધાર્યો વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુક્સાન થવાની ભીતિ કિસાન આલમે દર્શાવી હતી. હાલે તૈયાર પડેલા મગફળી, તલ, મગ, બાજરી, ગોવાર, કપાસ સહિતના પાકો પર પાણી વરસતાં પલળી ગયા હતા. હજુ પણ વરસાદ આમ જ ચાલુ રહેશે તો પાયમાલી થશે તેમ ખેડૂતોનું કહેવું છે. શનિવારે પૂર્વથી લઇ પશ્ચિમ સુધી કમોસમી પાણી વરસ્યું હતું. ભુજ, ગાંધીધામ, ભચાઉ, રાપર, નખત્રાણા, અબડાસા, માંડવી સહિતના તાલુકામાં સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ઝાપટાથી લઇને વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા હળવા દબાણને લઇને હજુ પણ કચ્છમાં આગામી બે-ત્રણ દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ પાણી વરસતાં શેરીઓમાં કરાયેલા માતાજીની આરતી સહિતના નાના આયોજનો પર પણ પાણી ફરી વળ્યું હતું.

ભુજમાં બિહામણા માહોલ સાથે વરસ્યો
ભુજમાં સવારથી અસહ્ય બફારા બાદ સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે બિહામણો માહોલ ખડો થયો હતો. તેની સાથે પોણો ઇંચ જેટલું પાણી વરસતાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. વરસાદ બાદ પણ એકથી બે કલાક માટે આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા હતા. મહત્તમ 36.4 ડિગ્રી જેટલા તાપમાન અને વાતાવરણમાં ભેજ સાથે શહેરીજનો અકળાયા હતા.

રાપર તાલુકામાં કિસાનોને બેવડો માર પડ્યો
રાપર તાલુકામાં ગત મોડી રાત્રે કાનમેર, ગાગોદરસહિતની હાઇવેપટ્ટી અને આજુબાજુના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડતાં ખેતરો માં પડેલ માલ ને ભારે નુકસાન થયું હતું તો શનિવારે બપોર બાદ બાદરગઢ, હમીપર, ઉમેયા, પ્રાગપર, ભીમાસર, વલભપર, છોટાપરસહિતના વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું હતું. માવઠા રૂપી આફતના કારણે બાજરી, મગ,ગોવાર વગેરે તૈયાર પાકો પર પાણી પડતાં પલળી ગયા હતા. રાપરમાં પણ ઠંડા પવન સાથે કડાકા ભડાકા થયા હતા પણ વરસાદ ન પડતા લોકો ગરમીમાં શેકાયા હતા તો ખેડૂતોમા રાહત ની લાગણી વ્યાપી હતી.

નિરોણા
નિરોણા

નલિયામાં તો જાણે ચોમાસુ પાછું આવ્યું
શનિવારે ફરી વરસાદ પડતાં અબડાસા તાલુકાના ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. તાલુકાના મુખ્ય મથક નલિયામાં તો ચોમાસું હોય તેમ દોઢ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કાઢીને રાખેલી તૈયાર મગફળી પલળી જતાં મોટે પાયે નુકસાન થયું છે. કપાસનો પાક થોડો બાકી હતો તે પણ ધોવાઇ જતાં અડધો અડધ મોલને નુકસાન થયું છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
નખત્રાણા પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
નખત્રાણામાં બપોરે ઝાપટું પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતાઅને તૈયાર થઈ ગયેલા પાકની સાચવણી માટે ખેતરો ભણી દોડ્યા હતા. નાના મોટા અંગિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમા ઝાપટા પડ્યા હતા. દેવપર યક્ષ, ભોજરાજ વાંઢ, કોટડા રોહા, ભીટારા, જારજોક, ચિયાસર, કાલરવાંઢ સહિતના ગામોમાં ડરામણી વીજળી સાથે વરસાદ પડ્યો હતો.

નલિયા
નલિયા

નલિયામાં તો જાણે ચોમાસુ પાછું આવ્યું
શનિવારે ફરી વરસાદ પડતાં અબડાસા તાલુકાના ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. તાલુકાના મુખ્ય મથક નલિયામાં તો ચોમાસું હોય તેમ દોઢ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં કાઢીને રાખેલી તૈયાર મગફળી પલળી જતાં મોટે પાયે નુકસાન થયું છે. કપાસનો પાક થોડો બાકી હતો તે પણ ધોવાઇ જતાં અડધો અડધ મોલને નુકસાન થયું છે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું.
નખત્રાણા પંથકના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
નખત્રાણામાં બપોરે ઝાપટું પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતાઅને તૈયાર થઈ ગયેલા પાકની સાચવણી માટે ખેતરો ભણી દોડ્યા હતા. નાના મોટા અંગિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમા ઝાપટા પડ્યા હતા. દેવપર યક્ષ, ભોજરાજ વાંઢ, કોટડા રોહા, ભીટારા, જારજોક, ચિયાસર, કાલરવાંઢ સહિતના ગામોમાં ડરામણી વીજળી સાથે વરસાદ પડ્યો હતો.

સામખિયાળી વિસ્તારમાં લોકો શેકાયા, ઝાપટાથી ઠંડક
ભચાઉ તાલુકાના સામખિયાળી, જુના કટારીયા, શિકારપુર, સુરજબારીમાં સાંજે પાંચેક વાગ્યે વરસાદી ઝાપટું આવતા રોડ ભીના થઇ ગયા હતા. આ પહેલા બપોરે ચૈત્ર માસ જેવી ગરમી અનુભવાઇ હતી પણ ઝાપટાથી ઠંડક પ્રસરી હતી.

સામખિયાળી
સામખિયાળી

ગાંધીધામમાં હવામાનમાં પલટા બાદ કડાકા ભડાકા સાથે પાણી પડ્યું
સાંજથી ગાંધીધામનું વાતાવરણ પલટાયું હતું. પવન ફુંકાવવાની સાથે વાદળો પણ ઘેરાયા હતા. સાંજે 7 કલાક આસપાસ વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં દોડધામ મચી ગઇ હતી. રાત્રે 10 વાગ્યા સુધી 39 મીલિ મીટર પાણી પડ્યું હતું. શહેરના કેટલાય વિસ્તારોમાં સામાજિક અંતર જાળવીને સોસાયટી કે મેદાનમાં નવરાત્રિની રમઝટ બોલાવવા આયોજન કર્યું હતું તેમાં પણ વિઘ્ન ઉભું થયું હતું. પવન સાથે ફૂંકાયેલા વરસાદને પગલે નગરપાલિકાની પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ ફરી એક વખત લોકોને સમસ્યારૂપ બન્યો હતો. જ્યારે વિજળી પણ શહેરના કેટલાય વિસ્તારોમાં ડૂલ થઇ ગઇ હતી.

દેશલપર અને વીછિયામાં વીજળી પડી
ભુજ તાલુકા ના દેશલપર વાઢાય વિસ્તાર અડધા કલાકમાં અંદાજે અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે પર વીજળીના થાંભલા ઉપર વીજળી પડતાં થોડી વાર માટે નાસભાગ મચી ગઇ હતી.સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. વીછિયામાં સમાજવાડી પાસે મોબાઇલ ટાવર પર કૃષ્ણ ભગિની ત્રાટકતાં મહિલા ઘાયલ થઇ હતી અને ભુજ ખસેડાઇ હતી.ગઢશીશા વિસ્તારમાં માલધારીઓ પણ ચિંતિતગઢશીશામાં ગાજવીજ અને પવન સાથે ઝાપટા પડ્યા હતા. કોટડા રોહા, દેવપર, મઉં, મકડા, વગેરે વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખેડૂતોને મગફળી, તલ જેવા પાકો બગડી જવાનો ડર સતાવી રહ્યો છે. માલધારીઓ પણ પોતાના ઢોરોને લઈ ચિંતાતુર બન્યા હતા.અંજારમાં કુદરતનું રૌદ્ર રૂપ જોવા મળ્યું

દેશલપર
દેશલપર

અંજાર વિસ્તારમાં શુક્રવારે છુટા છવાયા વરસાદ બાદ શનિવારે સાંજે કુદરતે ભયંકર રુપ ધારણ કર્યું હતું અને જોરદાર વીજળીના કડાકા-ભડાકા તેમજ ભારે પવનના સથવારે 30 એમ.એમ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસર્યું હતું. કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને નુકસાનીથી બચાવવા જમીન માંથી કાઢવા મજબુર બન્યા હતા.

ચોમાસુ પાક તો નિષ્ફળ ગયો, હવે શિયાળુ પર મદાર
કચ્છમાં ચોમાસામાં 260 ટકા જેટલો વિક્રમજનક અને અતિવૃષ્ટિ જેવો વરસાદ પડતાં અંદાજે 70 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો હતો તેવામા છેલ્લા બે દિવસથી કમોસમી પાણી વરસતાં મગફળી, કપાસ, દાડમ, બકાલા સહિતના તૈયાર પાકને વ્યાપક નુક્સાન થયું છે તેમ કહેતાં કચ્છ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શિવજી બરાડિયાએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને બેવડો માર પડ્યો છે. પૂર્વ પ્રમુખ માવજી જાટિયાના કહેવા મુજબ ચોમાસામાં મોટા ભાગનો પાક નિષ્ફળ જતાં હાલે પડી રહેલો વરસાદ ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન છે. મગ, ગોવાર, બાજરી, ગુવાર સહિતના પાકને મોટું આર્થિક નુક્સાન થયું છે ત્યારે હવે શિયાળુ પાક પર તમામ મદાર છે.

ગાંધીધામના વીજ સબ સ્ટેશન પર વિજળી ત્રાટકી, લાઇટ ડૂલ
ગાંધીધામ વીજ કંપનીના સબ સ્ટેશન પર વીજળી ત્રાટકતાં નુકશાન થયું હતું. ગુરૂકુળ, સુભાષનગર, શક્તિનગર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આ લખાય છે ત્યારે હજુ વીજ પુરવઠો શરૂ થાય તેવી શક્યતા નથી. અંદાજે 12 કલાક આસપાસ વીજ પુરવઠો પુન: આવે તેવી સંભાવના છે. નાયબ કાર્યપાલક ઇજનેર પટેલે સબ ડિવિઝન પર પડેલી વિજળીથી નુકશાન થયાનું જણાવ્યું હતું. પરંતુ કોઇ જાનહાની નોંધાઇ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો