તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:કચ્છના પાટનગર ભુજની શાન વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, કોંગ્રેસનો નગારે ઘા, ભાજપ પહેલા પાલિકા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદાવરોઅે ગાંધીની ખંડિત પ્રતિમા પાસે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના શપથ લીધા

ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે નગારે ઘા કર્યો છે, જેમાં બુધવારે ભાજપ પહેલા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. અેટલું જ નહીં પણ ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોઅે અોલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ખંડિત પ્રતિમા સામે કચ્છના પાટનગર ભુજની શાન વધારવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના શપથ પણ લીધા હતા.

શહેરના હૃદય સમાન હમીરસર તળાવની પાળ અને અોલ્ફ્રેડ હાઈસ્કૂલની વચ્ચે દાદાદાદી પાર્કને અડીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા છે. જેને વિકૃત માનસિકતા ધરાવતા શખ્શોઅે ખંડિત કરી દીધી છે. ચહેરા ઉપરથી ચશ્મા ગાયબ થઈ ગયા છે અને હાથની અાંગળીઅો પણ તોડી નાખવામાં અાવી છે. જેને ભુજ નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોઅે હારારોપણ કર્યા બાદ પ્રજા ચૂંટીને ભુજ નગરપાલિકામાં મોકલે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસનના શપથ લીધા હતા. જે બાદ ભુજ શહેર નગરપાલિકા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં તેમણે ભાજપ પાણી અને ગટરની સમસ્યા ઉકેલવા વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

ઢંઢેરામાં યુવાનો, મહિલાઅો અને વયસ્કોને વાયદા
> દરેક વોર્ડમાં વોર્ડ અોફિસ ખોલવી અને પ્રતિનિધિઅોઅે હાજર રહેવું.
> યુવાનો, મહિલાઅો અને વયસ્કોને સમાવતી વોર્ડ સમિતિની રચના કરવાાં અાવશે.
> દર 6 મહિને નગરપાલિકાની અોડિટેડ અાવક, જાવક અને ગ્રાન્ટના હિસાબો પ્રજા સમક્ષ મૂકાશે.
> પાણી અને ગટરની સમસ્યા ઉકેલવા વૈજ્ઞાનિક અભિગમ સાથે નિષ્ણાતોને કામગીરી સોંપાશે.
> દરેક વોર્ડનો સમતોલ વિકાસ કરવામાં અાવશે.
> હમીરસર અને દેશલસર તળાવની સફાઈ ઉપરાંત નાળાઅો પાકા કરાશે.
> ભુજની જનતાના હિતમાં ધૂનારાજા ડેમની સંગ્રહશક્તિ વધારવા સરકારમાં દરખાસ્ત.
> બિસ્માર રોડનું નવનિર્માણ
> યુવક-યુવતીઅો માટે જીમ, સ્વીમિંગ પુલ સહિતના સંકુલનું નિર્માણ, વોર્ડ મુજબ મનોરંજન અને સ્પોર્ટસની સ્પર્ધાત્મક હરિફાઈઅોનું અાયોજન કરાશે.
> વર્તમાન બગીચાઅોના વિકાસ, વોર્ડ પ્રમાણ નવા બગીચાનું નિર્માણ
> પાર્કિંગ પ્લોટ કબજે લઈ, પાર્કિંગ સુવિધા વિકાસાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો