શોષણ:દૂધના પૂરતા ભાવ ન આપી ડેરીઓ દ્વારા પશુપાલકોનું કરાતું શોષણ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલધારી પશુપાલક સંઘની જિલ્લા સમાહર્તાને રાવ

કચ્છમાં અાવેલી ડેરીઅોમાં દૂધ ભરાવતા પશુપાલકોને દૂધના પૂરતા ભાવ ન અાપી શોષણ કરાતું હોવાની રાવ ઉઠી રહી છે.કચ્છ જિલ્લા માલધારી પશુપાલક સંઘના જણાવ્યા અનુસાર જિલ્લામાં સરહદ અને માહી ડેરી દ્વારા દૂધ કલેક્શન કરાય છે. અા ડેરીઅો દ્વારા પશુપાલકો પાસેથી દૂધ લીટરના માપદંડ પ્રમાણે ખરીદ કરાય છે અને તેનું વેચાણ કિલોના ભાવે કરાય છે,

જે મુજબ 100 લીટર દૂધ મુજબ ચુકવણું કરી, 103 લીટર દૂધ લઇ જાય છે. વધુમાં હાલે 6 ફેટના રૂ.40.30 ઉપરાંત 1.89 પૈસા બોનસ મળી રૂ.42.19 અપાય છે, જે હાલની સ્થિતિઅે પરવડે તેમ નથી. અમુલ ડેરી રૂ.42.19ના ભાવે દૂધની ખરીદી કરી રૂ.58ના ભાવે વેચાણ કરી મોટાપાયે નફો કરે છે, જેથી તે મુજબ પશુપાલકોને પણ પૂરતા ભાવ મળવા જોઇઅે. વર્તમાન સમયે ઘરઘરાઉ દૂધ વેચાણના ભાવ રૂ.65થી 70 છે. ડેરીઅો દ્વારા પશુ ડોક્ટર સહિત તબીબી સેવા અાપવાની હોય છે પરંતુ જયારે પશુપાલકો સાથે બેઠક કરાય છે ત્યારે માત્રને માત્ર મોટા-મોટા વાયદા કરાય છે પરંતુ અાજદિન સુધી પશુઅો માાટે તબીબ, સહિતની અારોગ્ય સેવા અપાતી નથી. ખોળ, ભુસાના ભાવ અાસમાને છે ત્યારે દૂધ ભરાવતા પશુપાલકોને પૂરતા ભાવ મળે તે માટે પશુપાલકોએ કલેક્ટરને રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...