તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ સેલ્સટેક્સ બાર એસોસિયેશન અને કચ્છ ટેકસ કન્સલ્ટન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યુનિયન બજેટ-2021 અંગેનો સેમિનાર અતુલભાઇ દેસાઇ અને ભરતભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ રોટરી હોલ ખાતે યોજાયો હતો. સેમિનારના મુખ્ય વક્તા સિનિયર કરવેરા સલાહકાર અરૂણભાઇ વચ્છરાજાણીએ સામાન્ય બજેટમાં સરકારની વિવિધ દરખાસ્તોની જાણકારી આપી હતી. આવકવેરાની વિવિધ કર દરખાસ્તોમાં ખાસ 75 વર્ષથી વધુ વયના નાગરિકોનું પગાર અને બેંક વ્યાજની આવક હશે.
તેમને અમુક શરતોને આધીન રિટર્ન ભરવામાંથી મુક્તિ, ઓડિટ માટે 95% કેશલેસ વ્યવહારો હશે તેવા વ્યાપારીઓ અને વ્યવસાયિકોને રૂ.10 કરોડના ટર્નઓવર સુધી મુક્તિ, શૈક્ષણિક અને હોસ્પિટલ ટ્રસ્ટને 5 કરોડ સુધીની આવક હોય તે શરતોને આધીન કરમાં મુક્તિ, જૂના કેસ 6 વર્ષને બદલે 3 વર્ષના રીઓપન કરી શકાશે. સેમિનારના બીજા તબક્કામાં કરવેરા સલાહકાર સમીરભાઈ કંસારાએ જીએસટીમાં કરવામાં આવેલા ફેરફાર વેપારીએ ભરવાના વ્યાજની રકમ માત્ર રોકડ ભરવા પાત્ર વેરામાં લાગુ પડશે.
ઓનલાઇન બતાવતા ખરીદીના બિલો અંગે વેરાશાખ મળવાપાત્ર રહેશે. જીએસટી ઓડિટમાં કરવામાં આવેલા સુધારા તથા એસઇઝેડમાં સપ્લાય થતા માલ અને સેવા અંગે સુધારાની જાણકારી આપી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન પ્રવીણભાઈ દોશી, જાગૃત અંજારિયા, કીર્તિભાઈ શાહ, દીપભાઈ કોરડીયા, જીતેન્દ્ર સુથાર, હાર્દિક ઠક્કર વગેરેએ ભાગ લીધો હતો. આયોજનમાં પૂર્વેશભાઈ ગણાત્રા, રમેશભાઈ પીંડોલિયા અને સચીન ભાઈ નાકરનો સહયોગ સાંપડ્યો હતો. સંચાલન મનસુખભાઈ ધોળુ અને આભારવિધિ હર્ષદભાઈ મહેતાએ કરી હતી.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.