સમસ્યા:લોકડાઉનની ભીતિથી પરપ્રાંતિય શ્રમિકો ઉચાળા ભરવાની પેરવીમાં

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી પ્રતિબંધોની માનસિક અાડ અસર

ગુજરાતમાં અન્ય રાજ્યોમાં પણ કોરોનાઅે ફરી માથું ઉંચક્યું છે અને ગુજરાત રાજ્યમાં ચારેક મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લાદી દેવાયો છે, જેથી પરપ્રાંતિય શ્રમિકોને ફરી લોક ડાઉનની ભીતિથી સતાવી રહી છે અને વતન ભણી ઉચાળા ભરવાની પેરવીમાં લાગી ગયા છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પેટા ચૂંટણીઅો અને તહેવારો બાદ કોરોનાઅે ફરી ચિંતા વધારી દીધી છે, જેથી સરકાર કોરોનાને પ્રસરતો અટકાવવા પ્રતિબંધો લાદી રહી છે, જેમાં ફરી લોક ડાઉનની સ્થિતિ સર્જાશે કે શું અેવી અટકળો થઈ રહી છે. જે ભીતિ પરપ્રાંતિય શ્રમિકોને સતાવી રહી છે. ન ઘરના અને ન ઘાટના રહીઅે અે પહેલા વતન ભણી દોટ મૂકવી જોઈઅે અેવી ચર્ચા પણ કરવા લાગ્યા છે.

સૂત્રોઅે જણાવ્યું હતું કે, માંડ માંડ થાળ પડી રહેલી અાર્થિક પ્રવૃતિઅો વચ્ચે સરકાર અને સરકારી તંત્રની બેદરકારીથી કોરોના ફરી વકરી રહ્યો છે. જેને કાબૂમાં લેવા ફરી સરકારી પ્રતિબંધોની શ્રમિકો ઉપર માનસિક અાડ અસર થઈ રહી છે. પરપ્રાંતિય શ્રમિક શું કરવું અને શું ન કરવું જેવી સ્થિતિમાં મૂકાઈ ગયા છે. કેટલાકે વતન ભણી ઉચાળા ભરવાની પેરવી પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...