વિસ્તરણ:નિયમોને નેવે મુકી ખાવડા પાસે કેમિકલ કંપનીનું વિસ્તરણ

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન ખાતાની જમીન પર દબાણના આક્ષેપ સાથે વિવિધ તંત્રમાં રજૂઆત

ખાવડા પાસે વનતંત્રની જમીન પર દબાણ કરીને કંપનીના અેકમનું વિસ્તરણ કરાતું હોવાના અાક્ષેપો ઉઠી રહ્યા છે.ખાવડા પાસેની સોલારીસ કેમટેકના વિસ્તરણ સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. જે-તે વખતે કંપનીને જમીન ધ્રોબાણા સીમમાં મંજૂર થયેલી હોવા છતાં રતડિયા સીમમાં કંપની સ્થાપવામાં અાવી છે. જે વિસ્તાર વન વિભાગ હસ્તક અાવે છે. હાલે વન વિભાગે સરવે કરીને પીલર લગાવ્યું છે તે કંપનીથી માત્ર 50 મીટર દુર છે, જયારે કંપની 10 કિ.મી. ત્રિજ્યાનો દાવો કરે છે.

અા મુદ્દે તટષ્ટ તપાસ કરાય તો સરગુ સહિત 1955માં જે વન રક્ષિત જંગલ જાહેર કરાયું હતું તેના પર કેટલું દબાણ કરાયું તેની પોલ ખુલી શકે છે તેવા અાક્ષેપ સાથે ખારી ગામના અબ્બાસ જાકબ ભીંયાઅે કચ્છ કલેક્ટર, મુખ્ય વન સંરક્ષક અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવને લેખિત રજૂઅાત કરી અા કેમિકલ કંપનીના કરાતા વિસ્તરણને અટકાવવા માંગ કરી છે.

બ્રોમીન કેમિકલથી ઘાસના નાશ સાથે બીમારીમાં વધારો
અા વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને પશુધન ઘાસિયા મેદાન થકી ટકી રહ્યો છે તેવામાં સોલારીસ કંપનીના બ્રોમીન કેમિકલના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને ઘાસચારોનો નાશ થઇ રહ્યો છે. વધુમાં અાસપાસના 40 ગામોમાં ધુમાડાના કારણે હવામાન પ્રદૂષણથી મોટાપાયે નુકસાન થઇ રહ્યું છે. કંપનીની અાસપાસના ગામોમાં નાની-મોટી બીમારીમાં વધારો થયો છે. ખાસ કરીને અા કેમિકલની સગર્ભા મહિલાઅો પર વિપરીત અસર થઇ રહી હોવાનો અાક્ષેપ પણ રજૂઅાતમાં કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...