પોલિટીકલ:અબડાસાની પેટા ચૂંટણીને અનુલક્ષીને તંત્રનો વ્યાયામ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં થશે મત ગણતરી

અબડાસા મત વિસ્તારની પેટા ચૂંટણીને લઇને વહીવટી તંત્રે વ્યાયામ શરૂ કરી દીધો છે. શુક્રવારે કલેક્ટર અને પ્રાંત અધિકારીએ ઇ.વી.એમ. વેર હાઉસની મુલાકાત લીધી હતી અને મત ગણતરીની વ્યવસ્થા ભુજની સરકારી ઇજનેરી કોલેજમાં રાખવાનું નક્કી કરાયું હતું.

અબડાસા વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી ગમે ત્યારે યોજાઇ શકે છે, જેને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. તા.18/9ના કલેક્ટર પ્રવીણા ડી.કે. અને ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, રાજકીય અગ્રણીઓ વગેરેએ ઇ.વી.એમ. વેર હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. વધુમાં જો ચૂંટણી યોજાય તો મત ગણતરીની વ્યવસ્થા શહેરની સરકારી ઇજનેરી કોલેજમાં કરવાનું નક્કી કરાયું હતું. કલેક્ટર અને અન્ય અધિકારીઓએ ઇજનેરી કોલેજની પણ મુલાકાત કરી હતી. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ચૂંટણી હોય કે ન હોય તો પણ દર ત્રણ મહિને વેર હાઉસમાં પડેલા ઇ.વી.એમ. મશીનના સીલ, તેની સ્થિતિ સહિતની વિગત સાથેનો અહેવાલ ઉપરી કક્ષાએ મોકલવાનો હોય છે, જે અંતર્ગત શુક્રવારે ઇ.વી.એમ. વેર હાઉસનું નિરીક્ષણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...