તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા મોકુફ:ITIના છાત્રોની પરીક્ષા અંતિમ તબક્કે મોકુફ રખાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા હવે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં લેવાશે

અાઇ.ટી.અાઇ.માં અભ્યાસ કરતા છાત્રોની પરીક્ષા બે દિવસ બાદ શરૂ થવાની હતી જો કે અંતિમ તબક્કે પરીક્ષા મોકુફ રાખવામાં અાવી છે, જો કે સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં અા પરીક્ષા લેવામાં અાવશે. નવા ફ્રેશર છાત્રોની તેમજ કોરોના ટાણે અચાનક રદ્દ કરાયેલી પરીક્ષા હવે સાથે લેવામાં અાવશે. અેપ્રિલ માસમાં અાઇ.ટી.અાઇ.ના છાત્રોની પરીક્ષા ચાલુ હતી ત્યારે અચાનક કોરોનાના દર્દીઅોનો વિસ્ફોટ થતા પરીક્ષા રદ્દ કરી દેવામાં અાવી હતી, અધવચ્ચેથી રદ્દ થયેલી પરીક્ષાઅો લેવામાં અાવી ન હતી.

નવા ફ્રેશર છાત્રોની તેમજ અેપ્રિલમાં બાકી રહી ગયેલી પરીક્ષાઅો બે દિવસ બાદ શરૂ થવાની હતી જો કે હવે મોકુફ રાખવામાં અાવી છે. સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ત્રણ તારીખે પરીક્ષા લેવામાં અાવશે તેવું ભુજ અાઇ.ટી.અાઇ.ના પ્રિન્સિપાલ મનીષ પુરાણીઅે જણાવ્યું હતું. અલબત્ત, પશ્ચિમ કચ્છમાં અાવતી અાઇ.ટી.અાઇ.ના છાત્રો ભુજની મુખ્ય કચેરી ખાતે પરીક્ષા અાપશે. પરીક્ષા અંતિમ તારીખોમાં મોકુફ કરાતા હોલટિકીટની ફાળવણી પણ થઇ શકી નથી. ત્રીજી સપ્ટેમ્બરના પરીક્ષા શરૂ થનાર છે ત્યારે 28મી તારીખે હોલટીકીટ અાપવામાં અાવશે. પરીક્ષાની તમામ તૈયારી અાટોપી દેવાઇ હતી જો કે અંતિમ તબક્કે રદ્દ કરી પરીક્ષા પાંચ-છ દિવસ ઠેલાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...