તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન એજ્યુકેશન:શાળાઓ ભલે બંધ, પણ વર્ચ્યુઅલમાં 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં 52 હજારથી વધુ ઇન્સ્ટોલ અને સવા લાખ નજીક વ્યુઅર્સ: કચ્છ જિલ્લાનું પ્રથમ અને એક માત્ર વર્ચ્યુઅલ કલાસ

કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ અને એન.જી.ઓ દ્વારા ગત વર્ષે વિદ્યાર્થીઓ ઘેર બેઠા અભ્યાસ કરી શકે તે માટે લર્નીગ ડિલાઇટ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી. હાલ શાળાઓ બંધ છે અને ઓનલાઇન એજ્યુકેશન ચાલુ છે ત્યારે કચ્છની આ એપ્લિકેશન પર સરહદી જિલ્લાના ત્રીસ હજારથી વધુ ધોરણ પાંચથી દસના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ અને એગ્રોસેલ કંપનીના આર્થિક સહકારથી પાટવાડી શાળા નં.1 ભુજ ખાતે જિલ્લાના નામાંકિત તજજ્ઞો શિક્ષકો દ્વારા વર્ચ્યુઅલ શિક્ષણ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. સવારે 9 થી 1 સુધી અલગ અલગ વિષયના ત્રીસ મીનીટનો એક એવા છ તાસ મોબાઈલ દ્વારા સિસ્ટમ સાથે કનેક્ટ કરી ઓનલાઇન પ્રસારિત કરાય છે. જે એપ્લીકેશન ડાઉનલોડ કરનાર જોઈ શકે છે.

કો ઓર્ડીનેટર રાજેશ ગોરે માહિતી આપ્યા મુજબ 52 હજાર થી વધુ ડાઉનલોડ એપ પર ગત જૂનથી આજ સુધી 1 લાખ તેર હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ લીધું છે. 2200 શૈક્ષણિક તાસ લેવાયા છે. એકાદ વર્ષમાં 600 થી વધારે લેશન પીપીટી દ્વારા બાળકો સુધી પહોંચાડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...