તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નલિયા 7 ડિગ્રી સાથે સૌથી ઠંડું:પોષ પણ પુરો થવામાં છતાં ઠંડીની આણ !

ભુજ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવસે પારો ઉંચો જતાં બેવડી ઋતુનો થતો અનુભવ

પાછોતરા વરસાદની જેમ પાછોતરી ઠંડીનો અનુભવ કચ્છવાસીઅો કરી રહ્યા છે. પોષ મહિનો પુરો થવાના અાડે માત્ર ચાર દિવસ બાકી છે છતાં નલિયામાં લઘુતમ તાપમાન ભર શિયાળાની જેમ 7 ડીગ્રી જેટલું નીચું રહ્યું હતું. રાજ્યમાં ગાંધીનગર 8.5 અને કેશોદ 9.9 ડીગ્રીઅે રહેતાં અને ભુજ, કંડલા સહિતના 14 મથકોમાં પારો 14 ડીગ્રીની અંદર રહેતા રાતના ભાગે શીત લહેર વર્તાઇ હતી, બીજી બાજુ મોટા ભાગના શહેરમાં મહત્તમ તાપમાન 30 ડીગ્રી અાસપાસ રહેતાં લોકોઅે બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. જિલ્લામાં કંડલા અેરપોર્ટ ખાતે ઠંડીનો અાંક 12.2, પોર્ટમાં 12.7 અને ભુજમાં 13.2 ડીગ્રી નોંધાયો હતો.

નલિયામાં 12 કલાકમાં 24 ડીગ્રીની ચડઉતર
રવિવારે પણ ગુજરાતમાં સાૈથી ઠંડા રહેલા નલિયામાં પરોઢે તાપમાનનો પારો 7.0 ડીગ્રી જેટલો નીચો ઉતરી ગયો અને બપોર સુધીમાં સીધો 24 ડીગ્રી ઉપર ચડીને 31.2 ડીગ્રીઅે પહોંચી જતા લોકોઅે અસામાન્ય વિષમતાનો સામનો કરવો પડ્યો હતો.

રાજ્યના ટોપ 12 ઠંડા મથકો

નલિયા7
ગાંધીનગર8.5
કેશોદ9.9
પોરબંદર10.8
વલસાડ11
ડિસા11.1
કંડલા (એ)12.2
ભાવનગર12.6
કંડલા પોર્ટ12.7
અમરેલી12.7
ભુજ13.2
વલ્લભવિદ્યાનગર13.5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો