સરદાર ધામનો પ્રારંભ:કચ્છમાં પણ લેવા અને કડવા એક થઈ પાટીદાર તરીકે સહિયારો વિકાસ સાધે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં સરદાર ધામના પ્રારંભે સરદાર પટેલના ધ્યેયને ચરિતાર્થ કરવા નેમ વ્યક્ત કરાઈ
  • પાટીદારોના બાળકોને વિવિધ પરીક્ષાલક્ષી તાલીમ અપાશે તેમજ ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પુરૂ પડાશે

ભુજ ખાતે સરદાર ધામનો પ્રારંભ સરદાર પટેલના સમાજ નિર્માણથી રાષ્ટ્રનિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવા તથા સમગ્ર પાટીદાર સમાજને એક કરવાની નેમ સાથે કરાયો હતો. જેમાં જિલ્લાના સમસ્ત પાટીદારોના બાળકોને કેન્દ્ર અને રાજ્ય કક્ષાની સરકારી નોકરી મેળવવા સંપૂર્ણ પ્રકારની તાલીમ આપવા ઉપરાંત કચ્છના પાટીદારોના વિકાસ અને રોજગાર માટે સ્કીલ ડેવલપમેન્ટ કેન્દ્રથી લઈને ઉદ્યોગ સાહસિકો માટે પ્લેટફોર્મ પુરૂ પડાશે.

આ કાર્યક્રમમાં સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ સરદાર ધામના માધ્યમથી વિશ્વમાં તમામ સ્થળે વસતા પાટીદારોને એક કરવા તથા સહિયારો વિકાસ કરી રાષ્ટ્રનિમાર્ણ કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. ભુજ સુર્યા વરસાણી એકડેમી ખાતે સરદાધામનો પ્રારંભ કરતા તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના બાળકો વધુમાં વધુ સરકારી નોકરીમાં સામેલ થાય તે માટે કચ્છમાં પણ તાલીમ કેન્દ્ર શરૂ કરવાના હેતુ સાથે અન્ય પ્રવૃત્તિ આદરાશે તેમજ યુપીએસસી, જીપીએસસી સહિતની વિવિધ રાજ્ય અને કેન્દ્રની પરીક્ષામાં પાટીદારોના બાળકો સફળતા મેળવે તે માટે તેઓને આધુનિક સગવડો સાથેની તાલીમ અપાશે. સમાજના ઉજ્જવળ ભવિષ્ટ માટે તેમજ યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મિશન 2026 અંતર્ગતમિશન, વિઝન અને પાંચ લક્ષ્ય બિંદુઓ સિધ્ધ કરવા સરદારધામ કટિબધ્ધ છે. સરદારધામ ખાતે ભવિષ્યમાં યુવાઓના સર્વાંગી વિકાસ માટે સ્કીલ ડેવલપમેન્ટ કેન્દ્ર ઉપરાંત ઉદ્યોગ સાહસિકોને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી કામગીરી કરાશે તેમજ સુરત ખાતે ફેબ્રુઆરીમાં થનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ એક્સ્પોમાં જોડાવવા કચ્છના પાટીદારોને હાકલ કરી હતી તથા ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર જોડાઈને વિશ્વના હજારો પાટીદાર બિઝનેસમેનો સાથે સંપર્ક કેળવીને પોતાના ધંધો વિસ્તારવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...