તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:નલિયામાં ઠંડી ઘટી તો પણ 13 ડિગ્રીએ ગાંધીનગર સાથે મોખરે

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહના અંત સુધી ઠંડીમાં કોઇ ફેરફાર નહીં
  • ભુજ 14.3, કંડલા 15 અને કંડલા (એ) ખાતે 15.4 ડિગ્રી

થોડા દિવસો અગાઉ સર્જાયેલા પશ્ચિમી વિક્ષોભની અસર ઓછી થતાં નલિયામાં નીચા તાપમાનનો પારો બે આંકે સ્થિર થયો છે. બુધવારે ન્યૂનત્તમ તાપમાન 13 ડિગ્રી રહેવાની સાથે ઠંડીમાં ઘટાડો થયો હોવા છતાં આ શીતનગર ગાંધીનગરની સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. દરમિયાન સપ્તાહના અંત સુધી ઠંડીમાં કોઇ નોંધપાત્ર વધારો કે ઘટાડો નહિ થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

નલિયામાં પારો આંશિક રીતે નીચે ઉતરવાની સાથે 13 ડિગ્રી પર અટક્યો હતો જેને લઇને સૂર્યોદય પૂર્વે અને સૂર્યાસ્ત બાદ ઠંડીની પકડ અનુભવાઇ હતી. દિવસભર પ્રતિ કલાક ઉત્તર દિશાએથી સરેરાશ 8 કિલો મીટરની ગતિએ પવન ફુંકાયો હતો. જો કે, દિવસે ભેજનું પ્રમાણ 44 ટકા જેટલું રહેતાં મહત્તમ 26 ડિગ્રી હોવા છતાં ટાઢ ગાયબ થઇ હતી.

ભુજમાં 14.3, કંડલા પોર્ટ પર નીચું તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતુ જ્યારે કંડલા એરપોર્ટ મથકે 10 કિલો મીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે ન્યૂનતમ 15.4 અને મહત્તમ 27.3 ડિગ્રી રહ્યું હતું. અત્રે નોંધનીય છે કે વિષમ વાતાવરણ વચ્ચે કચ્છમાં હજુ પણ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.

ભુજમાં રાત્રે પવનની સાથે ટાઢોડું અનુભવાયું
બુધવાારના સાંજે 5.30 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન શહેરનું નીચું તાપમાન 14.3 ડિગ્રી રહ્યું હતું પણ સૂર્યાસ્ત બાદ ઠંડો પવન ફુંકાતાં ટાઢોડું અનુભવાયું હતું. અચાનક ઠંડ વધવાથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. તો રાત્રે તાપણાના સહારે લોકો ઠંડી ઉડાડતા જોવા મળ્યા હતા. ઉંચું ઉષ્ણતામાન 26.6 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...