તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંદરોમાં બોટો લાંગરી:દરિયો રફ બન્યા બાદ પણ પાકિસ્તાની માછીમારો બોટો લઇને નીકળી પડયા

નારાયણ સરોવર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંધ સરકારે 31 જુલાઇ સુધી પાકિસ્તાની બોટોને બંધ કરાવી તે પ્રથમ ઘટના
  • અરબ સાગરમાં હાલ ભારત અને પાકિસ્તાન બન્ને તરફ સુરક્ષા એજન્સીઓની બોટો દ્વારા પેટ્રોલિંગ

દરીયો રફ બનતા પાકિસ્તાનની સિંધ સરકારે 1 જુનથી 31 જુલાઇ સુધી તમામ માછીમારોની બોટો બંધ કરી નાખી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં અરબ સાગરમાં પાકિસ્તાની બોટોની અોફ સીઝન સરકારે જાહેર કરીને બંધ કરી તે પ્રથમ ઘટના છે. પાકિસ્તાની માછીમારો પોતે જ નિર્ણય કરતા કે અરબ સાગરમાં જવુ કે નહીં પણ અા વખતે સરકારે જ મુખ્ય બંદર કોટી બંદર, શાહ બંદર, ખારો ચાન સહિતના મોટા બંદર અને નાના બંદરોમાં બોટો લાંગરી નાખી છે.

પાકિસ્તાન હમેંશ ભારત કરે તેનો ઉલટુ જ કરતો અાવ્યો છે, જેમાં ભારતની અેજન્સીઅો હોય કે કુદરતી પ્રક્રિયા હોય પણ ભારત જે કરે અેમ અમે ન કરીઅે તેવુ પાકિસ્તાન માનતો અાવ્યો છે. જો કે હાલમાં જ અરબ સાગર રફ થતા કચ્છ સામેપાર પાકિસ્તાન માછીમારોની બોટો સિંધ સરકારઅે 1 જુનથી 31 જુલાઇ સુધી તમામ માછીમારોની બોટો બંધ કરી નાખી છે. પાકિસ્તાનના ઇતિહાસમાં અરબ સાગરમાં પાકિસ્તાની બોટોની અોફ સીઝન સરકારે જાહેર કરીને બંધ કરી તે પ્રથમ ઘટના છે.

અા પહેલા દરિયો રફ થાવની શરૂઅાત થાય ત્યારે પાકિસ્તાની માછીમારો પોતે જ નિર્ણય કરતા કે અરબ સાગરમાં જવુ કે નહીં પણ અા વખતે સરકારે જ મુખ્ય બંદર કોટી બંદર, શાહ બંદર, ખારો ચાન સહિતના મોટા બંદર અને નાના બંદરોમાં બોટો લાંગરી નાખી છે. કચ્છ સામેના જ બંદરો પર બોટો લાંગરાઇ જતા પાકિસ્તાનની માછીમારી બોટો છે નહીં ભારતની પણ બંધ હોતા અરબ સાગરમાં હાલ બંને તરફ પોત પોતાના વિસ્તારમાં સુરક્ષા અેજન્સીઅોની જ બોટો પેટ્રોલિંગ કરે છે. કચ્છ દરિયામાં બીઅેસઅેફ અને કોસ્ટગાર્ડ અને પાકિસ્તાનની પાકિસ્તાન મરીન સિક્યુરિટી પેટ્રોલિંગમાં નજરે પડે છે.

પાકિસ્તાનના માછીમારોને સરકારે દરીયો ખેડવાની મનાઇ કરી છે પણ તેઅો પહેલાથી જ દાદ અાપતા નથી. ખાસ કરીને કુરચલ પકડવા વાળા નાની બોટો લઇને નીકળી જતા હોય છે. ભારતીય અેજન્સીઅો પાકિસ્તાનની અેજન્સીઅો અને પાક માછીમારોની છઠ્ઠી અોળખે છે માટે દરીયો રફ થયા બાદ પણ સરહદે રાત-દિવસ નજર રાખવામાં અાવી રહી છે.

પીઅેમસીની ડ્રોનથી ભારતની જળસીમા પર રાખવામાં આવી રહી છે બાજ નજર
બંને તરફ માછીમારોની બોટો બંધ થતા અરબ સાગર અેક રીતે ખાલી પડયો છે. પીઅેમસી અાઇઅેમબીઅેલ પાસે પોતાની બોટોમાં જ ડ્રોન અોપરેટ કરીને ભારતની જળસીમામાં ભારતની બોટોની મુવમેન્ટ પર નજર રાખે છે. સિરક્રિક અને જીરો પોઇન્ટ પર પીઅેમસીની બોટો પાણીની ભરતીમાં અાંટો મારવા અાવે છે તે નજરે પડયો છે. કચ્છ દરિયા સરહદે અાપણી અેજન્સીઅોની પહેલાથી જ પકડ મજબુત છે અને રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામાં અાવે છે. પાડોશી વિશ્વાસ પાત્ર નથી માટે જાગતો રહેવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...