તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શક્યતા:કોરોનામાંથી સાજા થયા બાદ પણ 28 દિવસ સુધી પોઝિટિવ રિપોર્ટ આવી શકે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોવિડના વાયરસ મૃત સ્વરૂપે હોવાથી સંક્રમણ દર્શાવાતું હોવાની શક્યતા

કોરોનાવાયરસ કોવિડ-19ની હજુ કોઈ ચાૈક્કસ દવા શોધાઈ નથી, જેથી દર્દીઅો ઉપરની અસરોથી સતત સંશોધનો ચાલી રહ્યા છે, જેમાં પ્રારંભે કોઈને કોરોના પોઝિટિવ અાવે તો સારવાર દરમિયાન 24થી 48 કલાકના અંતરે 2 વખત રિ-ટેસ્ટ કરતા હતા અને બંને નેગેટિવ અાવે તો દર્દીની સારવાર મુક્ત કરાતા હતા. પરંતુ, સારવાર દરમિયાન સતત 3 દિવસ સુધી તાવ સહિતના કોરોનાના લક્ષણ ન જણાય તો રિ-ટેસ્ટ વિના 10 દિવસે સારવાર મુક્ત કરી દેવાય છે. કેમ કે, શરીરને નુકસાન ન કરતા મૃત વાયરસની હાજરીને કારણે 28 દિવસ સુધી પોઝિટિવ રિપોર્ટ અાવતો હોય છે, જેથી અેવા રિપોર્ટના અાધારે સારવાર લંબાવવાનો કોઈ મતલબ રહેતો નથી.

ભારતમાં અને ખાસ કરી કચ્છમાં કોરોનાના કેસ નહોતા ત્યારે સરકાર દ્વારા કોરોનાના દર્દીને માસ્ક પહેરવાની પણ શરૂ નથી અેવું કહેવાતું હતું. પરંતુ, ધીરેધીરે સંક્રમણના કિસ્સા વધતા ગયા અેટલે લોક ડાઉન જેવા પગલા ભરવાની નોબત અાવી હતી. અે તો ઠીક લોક ડાઉન પહેલા પ્રારંભે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના અાશાલડી ગામની મહિલાને કોરોના પોઝિટિવ અાવ્યા બાદ રિ-ટેસ્ટમાં અેક નેગેટિવ અને અેક પોઝિટિવ અાવતો હતો, જેથી અેકાદ મહિના સુધી સારવાર હેઠળ રખાયા હતા. પરંતુ, ત્યારબાદ કેસોમાં સતત વધારો થતો ગયો અને અભ્યાસમાં બહાર અાવ્યું કે, કોરોનાની સારવાર દરમિયાન દર્દી સાજો ગઈ ગયો હોય છતાં તેના શરીરમાં કોરોના વાયરસ મૃત રૂપે હોય છે. જેના કારણે રિપોર્ટ પોઝિટિવ અાવી શકે છે.

બધા કિસ્સામાં નિયમ લાગુ ન પડે
કેટલાક દર્દીઅોની સ્થિતિ ગંભીર હોય છે, જેથી અોક્સિજન અને વેન્ટિલેટર ઉપર રાખવા સહિતના તબક્કે પહોંચી જતા હોય છે. અેવા સંજોગોમાંથી નીકળેલા દર્દીઅો સાજા થાય પછી રિ-ટેસ્ટ કરવા કે નહીં અે તબીબોની ટીમ નક્કી કરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો