તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કચ્છમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા બાદ પણ લોકોને મહિના સુધી કોરોના રસી મળતી નથી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીતા રબારી પ્રકરણમાં ભીનું સંકેલાતાં આમ આદમી પાર્ટી દ્વારા અાવેદન

કચ્છમાં રજિસ્ટ્રેશન થયા બાદ પણ લોકોને મહિના સુધી કોરોના રસી મળતી નથી તેવામાં ગીતા રબારીને ઘરે રસીકરણ મુદ્દે ભીનું સંકેલાતા અામ અાદમી પાર્ટીઅે કલેક્ટરને અાવેદન પાઠવ્યું હતું. રસીકરણ નાના-મોટા તમામ માટે જરૂરી છે. આમ છતાં યુવાનોનો મહિના દિવસના રજિસ્ટ્રેશન પછી પણ વારો આવતો નથી. લોકો પોતાના ધંધા, રોજગાર મૂકીને રસીકરણ માટે લાઈનમાં ઉભે છે અને વારો આવતો નથી.

વળી ગામડાના લોકોને રસીકરણ મુકાવવા માટે 30થી 40 કિ.મી. સુધી સફર કરીને બીજા સેન્ટર સુધી જવું પડે છે. જ્યાં માંગો ત્યાં રસીકરણની વ્યવસ્થા નથી, ઘણાને એક ડોઝ મળી ગયો છે છતાં બીજા ડોઝ માટે મહિનાઓથી વારો નથી આવ્યો. તંત્ર અને ભાજપી નેતાઓની મીલીભગતથી ગીતાબેન રબારી જેવા સુખી સમ્પન્ન લોકોને બધા જ નિયમોનો ઉલ્લંઘન કરી, ઘરે રસી મૂકવાની સુવિધા અપાય છે. ડોક્ટરો, ભાજપના નેતાઓ પોતના સગા વહાલા અને મિત્ર વર્તુળને કોઈપણ જાતના રજિસ્ટ્રેશન વગર રસી લાગવગથી અપાવી દે છે.

નિર્દોષ આરોગ્ય કર્મચારી પર પગલાં ભરવાના બદલે ગીતાબેન રબારી અને ભાજપના નેતાઓ પર પગલાં લ્યો નહિંતર કચેરીમાં ઘૂસીને ધરણાની ચિમકી અામ અાદમી પાર્ટીઅે ઉચ્ચારી છે. પાર્ટીના પશ્ચિમ કચ્છ પ્રમુખ રોહિત ગોર, રાજેશ પિંડોરિયા, ચિંતન ઠક્કર, ક્રિષ્ના ઠક્કર, અંકિતા ગોર, વનરાજસિંહ વાઘેલા, ગિરિરાજસિંહ જાડેજા, વિનોદ ગોર, અશ્વિન પિંડોરિયા, રાજેશ જબુઆની, ઉપેન્દ્રસિંહ જાડેજા, ઉમરશી મારવાડા વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...