વિદેશી સહાય:ભૂકંપના 21 વર્ષે પણ ભારત બીજા દેશો પર નિર્ભર !

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂકંપ વખતે પાકિસ્તાને 600 ટેન્ટ અને 7500 ધાબળા મોકલ્યા હતાં ! : ચીને ત્યારે અને અત્યારે (કોવિડમાં) કરી છે મદદ

વડાપ્રધાનની અપીલ બાદ ભૂકંપ વખતે 60 વધુ દેશોઅે સહાયતા મોકલી : તો 21 વર્ષ બાદ કોરોનામાં પણ ભારતને લેવી પડી 53 દેશોની મદદ !

26મી જાન્યુઅારી 2001ના સવારે અાવેલા ભૂકંપની કડવી યાદોને પચાવી કચ્છેે અાજે વિકાસની નવી અોળખ ઊભી કરી છે. પરંતુ અેક કડવી વાસ્તવીકતા અે પણ છે કે કુદરતી અાફતો સામે રાહત અને બચાવ કામગીરીમાં અાપણો દેશ ત્યારે પણ અાત્મનિર્ભર ન હતો અને અાજે પણ નથી ! ભૂકંપ બાદ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા સહાય અાપવા અપીલ કરી દીધી હતી. તો હાલ પણ કોરોના સામે અાપણે લાચાર થઇ ગયા હતા અને ભૂકંપની જેમ જ અન્ય દેશોની મદદ લેવી પડી છે ! ભુકંપ વખતે અંદાજે 61 દેશોઅે નાણા અને રાહત સામગ્રી મોકલી હતી. તો હાલ કોરોનામાં પણ ભારતને અધધ 53 દેશો પાસેથી મદદ મળી હતી.
અલ્જેરિયા​​​​​​​ : 100 તંબુ, 500 ધાબળા, ગ્લુકોઝ/સીરપ: 600 કિગ્રા. એન્ટિબાયોટિક્સ: 267 કિગ્રાતથા અને કપાસ/પટ્ટી: 400 કિગ્રા.
ઓસ્ટ્રેલિયા : ભંડોળની સાથે કપડાં, ધાબળા, તબીબી પુરવઠો અને સ્વચ્છ પાણી સહિત વિનાશગ્રસ્zત સમુદાયોને કટોકટીની સહાય પૂરી પાડી. કટોકટીની સહાયતા વધારીને રૂ. 3.9 કરોડ કરી હતી. એનજીઓ દ્વારા સહાયના નવા પેકેજો રૂ. 6.4 કરોડ થઇ હતી.
ઓસ્ટ્રિયા: ઈન્ટરનેશનલ રેસ્ક્યુ ડોગ ઓર્ગેનાઈઝેશનની એક ટીમ જેમાં 10 વ્યક્તિઓ, આઠ કૂતરા અને સાધનોનો અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે અાવ્યા. ઑસ્ટ્રિયન રેડ ક્રોસે પાણી અને સેનિટરી નિષ્ણાતને પણ મોકલ્યા. તેમાં 37 હજાર યુરોનું યોગદાન આપ્યું. કેરિટાસ ઓસ્ટ્રાઈએ રાહત પ્રવૃત્તિઓ માટે તેના ભારતીય સમકક્ષને સહાયતામાં 75 હજાર યુરો પ્રદાન કર્યા.
બાંગ્લાદેશ: 800 ટેન્ટ અને 6-7 ટન દવા. ભૂટાન : 2 કરોડની સહાય, રેડક્રોસ, ઈરાન: 28 ટન ખાદ્યસામગ્રી
બેલ્જિયમ: બેલ્જિયન રેડ ક્રોસ-કોમ્યુન્યુટ’ ફ્રાન્કાઈઝ અને બેલ્જિયન રેડ ક્રોસ- વ્લાન્ડરેન ઈન્ટરનેશનલ ને સમર્થન માટે કુલ 9,65,000 યુરોની રકમ ફાળવવામાં આવી.
યુનિસેફ​​​​​​​: 25,000 ધાબળા અને 20000 ફેમિલી કીટ​​​​​​​
ફ્રાન્સ: ફ્રેન્ચ ગૃહ મંત્રાલયના સર્ચ અને રેસ્ક્યુ સ્ટાફને લઇને વિમાન ચાર ટન સાધનો અને સ્નિફર ડોગ્સ સાથે આવી અાવ્યું. ફ્રેન્ચ NGOને પણ ભંડોળ પૂરું પાડવામાં અાવ્યું. ​​​​​​​
મોરેશિયસ: ગુજરાત રાહત ફંડમાં 30 લાખનું દાન.​​​​​​​
હોંગકોંગ: ભારતીય સમુદાયો પાસેથી રૂ. 31,45,441ની રકમ પ્રાપ્ત થઈ. હોંગકોંગ રેડ ક્રોસે બચી ગયેલા લોકો માટે ખોરાકની ખરીદી માટે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસને 1.50 લાખ ડોલર મોકલ્યા. હોંગકોંગ ઈન્ડિયા એસોસિએશનની કાઉન્સિલ હોંગકોંગને 3 લાખ ડોલર આપવાનું વચન આપ્યું. ડેમોક્રેટિક એલાયન્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ હોંગકોંગ રાજકીય પક્ષે 1.18 લાખ ડોલર મોકલ્યા.
રશિયન ફેડરેશન: તા.27/1ના જ 73 સભ્યોની બચાવ ટીમ અાવી. 28/1ના બીજી ટીમ અાવી. તા.30/1ના ધાબળા અને તંબુ મોકલ્યા. દૈનિક અને અેકાંતરે રશિયન વિમાનો રાહત સામગ્રી લઇને અાવતા રહ્યા. ભારતીય દૂતાવાસ તરફથી અેક લખાનું દાન. રશિયન સરકારે દરખાસ્ત કરી કે પુનઃનિર્માણ માટે ગુજરાતમાં બે ગામોને દત્તક લેવા, સ્વસ્થતા માટે 400 બાળકોને રશિયન ફેડરેશનમાં લઈ જવા.
રિપબ્લિક ઓફ કોરિયા:1 લાખ યુએસ ડોલરની સહાય. સરકારે મેડિકલ ટીમ મોકલી છે. એનજીઓની ટીમો પણ અાવી. કોરિયન રેડ ક્રોસે 40 હજાર ડોલર, હ્યુન્ડાઈ મોટર્સ ઈન્ડિયા તરફથી 1.12 લાખ ડોલર, હ્યુન્ડિયા હેવી ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડિયા તરફ અને અેલજી તરફથી 1-1 લાખ ડોલર દાન પ્રાપ્ત થયું. સેમસંગ (ભારત), ડેવુ મોટર્સ (ભારત), એસકે ટેલિકોમ (સીઓલ) પણ રાહત સહાય એકત્ર કરી.
રિપબ્લિક ઓફ હંગેરી: તા.28/1ના હંગેરિયન રેસ્ક્યુ ટીમ અાવી જેમાં 3 વ્યક્તિઓ અને એક સ્નિફર ડોગ, તા.29/1ના ખાસ હંગેરિયન સર્ચ ડી રેસ્ક્યુ ટીમ જેમાં 12 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેમાં ડોકટરો, પાંચ સ્નિફર ડોગ્સ સાથે ડોગ ટ્રેનર્સ અને રેસ્ક્યુ એક્સપર્ટ તથા તા.30/1ના જરૂરી તબીબી સાધનો અને તબીબી પુરવઠો સાથે 9 ડોકટરો અને પેરામેડિક્સની બનેલી સરકારી ટીમ અાવી.
યુએસએ: કુલ 13 કરોડ ડોલરની રાહત પ્રતિબદ્ધતા બતાવાઇ. તાત્કાલિક સહાય માટે યુએસ એમ્બેસી દ્વારા વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં પ્રારંભિક અેક લાખ ડોલર આપત્તિ સહાય પૂરી પાડી. 30 જાન્યુઆરી અને 4 ફેબ્રુઆરીની વચ્ચે સંરક્ષણ વિભાગની ચાર ફ્લાઇટ્સ સહિત સાત યુએસ ફ્લાઇટ્સ રાહત ચીજવસ્તુઓ સાથે ભારતમાં આવી. અગિયાર સભ્યોની ડિઝાસ્ટર આસિસ્ટન્સ રિસ્પોન્સ ટીમ અાવી.
ઈરાન​​​​​​​: ચોખા 20 ટન, રસોઈ તેલ 10 ટન, મકાઈ 5 ટન, ધાબળા 5000, તંબુ 2000.​​​​​​​
રિપબ્લિક ઓફ આર્મેનિયા: મેડિકલ નિષ્ણાતોની 22 સભ્યોની ટીમ મોકલાઇ. આર્મેનિયન રાજદૂતે કલકત્તામાં યોગદાન તરીકે રૂ. 25 લાખનો ચેક સોંપ્યો.​​​​​​​
તુર્કી​​​​​​​: રાહત સામગ્રી-તબીબી સાધનો સાથે 35 સભ્યોની શોધ અને બચાવ ટીમ અાવી.​​​​​​​
સિંગાપોર: 50 હજાર ડોલરના કટોકટીના સાધનો અને પુરવઠાના યોગદાનની જાહેરાત. ​​​​​​​
સ્પેન: ભારતીય રેડ ક્રોસ, ડોકટર્સ વિથાઉટ બોર્ડર્સ સ્પેન, યુનિસેફ-સ્પેન, કેરિટાસ-સ્પેન સહિત 4,106,00 યુઅેસ ડોલરની કુલ પ્રતિબદ્ધતાની સાથે ચાર બચાવ ટીમો આવી.
ઉઝબેકિસ્તાન: રાહત સામગ્રી સાથે ઉઝબેક એરવેઝની વિશેષ કાર્ગો ફ્લાઇટ અાવી.
તુર્કમેનિસ્તાન: કોલકાતાથી અમદાવાદ દવાઓ લઈ જવા માટે કાર્ગો એરક્રાફ્ટનો મફત ઉપયોગ કરવા દીધું.
યુઅેઇ: તંબુ, ધાબળા, દૂધ અને કપડા વહન કરતું એક વિમાન મોકલ્યું. ભારતીય સમુદાયે રૂ. 34,02,006 તથા અબુ ધાબીમાં ભારતીય સમુદાયે રૂ. 18,36,761/- પીએમના રાહત ફંડ અાપ્યા.
ક્યુબા: 1 મિલિયન યુઅેસ ડોલર
કેર કેનેડા:1000 ટેન્ટ, કેર હંગેરી: 1000 તંબુ​​​​​​​​​​​​​​
​​​​​​​આગા ખાન ફાઉન્ડેશન:1500 ટેન્ટ, ધાબળા, દવાઓ.​​​​​​​
રેડક્રોસ (નવી દિલ્હી):4.3 મેટ્રિક ટન તબીબી રાહત સાધનો​​​​​​​
રેડક્રોસ, ડેનમાર્ક:
39 ટન સામગ્રી. 5 પત્રકારો અાવ્યા​​​​​​​
​​​​​​​ડબ્લ્યુઅેચઅો, બેલ્જિયમ:​​​​​​​દવા​​​​​​, વેનેઝુએલા: 1 મિ.ડોલર​​​​​​
​​​​​​​આયર્લેન્ડ:​​​​​​​1 મિલિયન આઇરિશ પાઉન્ડનું વચન.​​​​​​​
​​​​​​​માલદીવ્સ: 25 હજાર ડોલરનો ચેક અપાયો.​​​​​​​
​​​​​​​માલદીવ્સ:25 હજાર ડોલરનો ચેક અપાયો.​​​​​​​
​​​​​​​મલેશિયા: 1 લાખ ડોલરની ઓફર. રાહત સામગ્રી
​​​​​​​​​​​​​​નેપાળ:નેપાળીઓને 1 કરોડ દાન કરવાનો નિર્ણય.​​​​​​​
પોલેન્ડ:ટીમ રાહત માટે અાવી.
​​​​​​​ કિર્ગિઝસ્તાન:એમ્બેસીએ રૂ. 24370નું યોગદાન.
​​​​​​સ્લોવાક રિપબ્લિક:50,000 ડોલરનો ચેક સોંપ્યો
ટ્યુનિશિયા:2 એરક્રાફ્ટમાં રાહત પુરવઠો મોકલ્યો.​​​​​​​
​​​​​​​સ્વીડન: 8 મિલિયન સ્વીડિશ ક્રોનાની રાહત સહાયનું વચન. ભુજમાં સ્વીડિશ કુશળતા અેક રાહત કેમ્પ સાથે સ્થાપવામાં અાવ્યો.​​​​​​​
સાઉદી અરેબિયા: તંબુ, ખાદ્યપદાર્થો, ગોદડાં અને ધાબળા લઇને બે કાર્ગો વિમાનો અાવ્યા.
​​દક્ષિણ આફ્રિકા:ડરબનથી સ્વયંસેવક ટીમ અાવી. 3-4 આશરે કન્ટેનર કપડાં મોકલ્યાે​​​​​​​
કોવિડની બીજી લહેરમાં અા દેશોઅે સહાયતા મોકલી
અેપ્રિલ 2021થી ડિસેમ્બર 2021 સુધી ભારતને 53 દેશોઅે કોરોનાની મહામારી સામે સહાયતા અાપી છે. જે દેશોમાં મેક્સિકો, જાપાન, અમેરિકા, ઇટાલી, અોસ્ટ્રેલિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, કતર, હોંગકોંગ, કુવૈત, જર્મની, કેનેડા, દ.કોરિયા, તુર્કિ, યુઅેઇ, ઇન્ડોનેશિયા, અોમાન, વિયેટનામ, ઇજીપ્ત, યુ.કે, યુક્રેન, ફ્રાન્સ, સિંગાપોર, સ્કોટલેન્ડ, બાંગ્લાદેશ,અાઇસલેન્ડ, ઇરાન, ચીન, બ્રુનેઇ, અોંટારિયો, મલેશિયા, સ્પેન, મ્યાંમાર, ન્યૂઝીલેન્ડ, નેધરલેન્ડ, રોમાનિયા, કજાકિસ્તાન, પોર્ટુગલ, સ્લોવેનિયા, ફીનલેન્ડ, ઇઝરાઇલ, ચેક ગણરાજ્ય, અોસ્ટ્રિયા, થાઇલેન્ડ, ડેનમાર્ક, પોલેન્ડ, બહરીન, બેલ્જીિયમ, ઉઝબેકિસ્તાન, રશિયા નો સમાવેશ થાય છે.

ચીન: કટોકટીની સહાય તરીકે આશરે 6 લાખ ડોલરની રાહત સામગ્રી મોકલી. જેમાં 2000 તંબુ અને 20000 ધાબળા જેવી 100 ટન સામગ્રી હતી. ચાઈનીઝ રેડ ક્રોસ અને ચાઈનીઝ પીપલ્સ એસોસિએશન ફોર ફ્રેન્ડશીપ વિથ ફોરેન કન્ટ્રીઝએ અનુક્રમે 50 હજાર ડોલર અને 12 હજાર ડોલર મોકલ્યા. ચીની એમ્બેસીએ રૂ. 2 લાખ ફાળવ્યા. બહેરીન: ત્યાંના ભારતીય સમુદાયે રાહત નિધિની સ્થાપના કરી. બહેરીન સરકારે રૂ. 1 કરોડની રાહત સામગ્રી મોકલી. કેનેડા:​​​​​​​ત્યાંના સહકાર મંત્રીએ જાહેરાત કરી કે કેનેડિયન ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી ગુજરાતમાં ભૂકંપના પીડિતોની મદદ કરશે. ચેક રિપબ્લિકન:​​​​​​​તા.31/1/2001માં યુએન એરક્રાફ્ટમાં 4 બચાવ નિષ્ણાતો અને 4 સ્નિફર ડોગ્સ મોકલ્યા. સહાય તરીકે અંદાજે 50 હજાર ડોલર આપવાનું વચન આપ્યું. ડેનમાર્ક: વિવિધ સંસ્થાઅો અને અેનજીઅોને લાખોની સહાય કરી. વધુમાં, ભચાઉમાં પ્રી-ઓપરેટિવ સુવિધા, ઓપરેશન થિયેટર, 50 પથારી અને 14 મેડિકલ અને લોજિસ્ટિક સ્ટાફ સહિત સંપૂર્ણ મોબાઇલ મેડિકલ યુનિટની સ્થાપના કરી. ફિનલેન્ડ:​​​​​​​હોસ્પિટલ સહિત રાહત કામગીરી માટે 5 મિલિયન ડોલરની પ્રતિબદ્ધતા બતાવી. આ ઉપરાંત યુનિસેફ અને ફિનિશ ચર્ચ સહાય/ચર્ચ વિદેશી સહાય દ્વારા પ્રદાન કરવામાં અાવી. મોરોક્કો​​​​​​​:2.50 લાખ ડોલર સહાય કરી હતી. જર્મની:NGO દ્વારા રાહત કામગીરી માટે 3 મિલિયનનું વચન આપવામાં આવ્યું. જ્યારે 1 મિલિયન બચાવ ટીમની કામગીરી માટે અને 10 મિલિયન રાહત અને પુનર્વસન પ્રવૃત્તિઓ માટે અલગ રાખવામાં આવ્યા છે.​​​​​​​ ગ્રીસ: તંબુઓ સાથેના બે વિમાનો, તબીબી સાધનો વગેરે સહિત અાવ્યા. ગ્રીક એનજીઓને પણ કુલ 2.85 લાખ ડોલર આપવામાં આવ્યા છે. બે તબીબી ટીમો પણ અાવી. ગ્રીક પેટ્રોલિયમ કંપનીએ આ દરમિયાન પીડિતોને સહાય માટે 1 મિલિયન યુરોનું વચન આપ્યું. ઇટાલી​​​​​​​:દવાઓ અને તબીબી સાધનો માટે યુનિસેફને 3 લાખ ડોલર મોકલવાનો અેલાન. ઉપરાંત 4 લાખ ડોલરની 80 ટન રાહત સામગ્રી વિતરિત કરવામાં આવી. વધુમાં, પાણી અને સ્વચ્છતા, આશ્રય અને આરોગ્યના ક્ષેત્રોમાં રાહત માટે 2.5 મિલિયન ડોલર આપવાનું વચન. જાપાન​​​​​​​: 420 મિલિયન યેનની કટોકટી સહાય પૂરી પાડી. લગભગ 1.14 કરોડ રૂપિયાના ધાબળા, તંબુ અને દવાઓ સહિત કટોકટી રાહત સામાનનું વિતરણ. 100 વ્યક્તિઓની બનેલી ટીમ 440 ટેન્ટ અને 4,400 ધાબળા સહિત 3 કરોડ રૂપિયાની રાહત સામગ્રી લાવી. ભારતીય દૂતાવાસને અંદાજે રૂ. 14.3 લાખની રકમ મળી. નેધરલેન્ડ્સ​​​​​​​:​​​​​​​તબીબી પુરવઠા માટે યુનિસેફને 2.5 મિલિયન ડચ ગિલ્ડર, IFRCને 2.35 મિલિયન ડચ ગિલ્ડર, સ્થાનિક NGOને 2.35 મિલિયન ડચ ગિલ્ડર, MsF-હોલેન્ડને 0.6 મિલિયન ડચ ગિલ્ડર, સ્થાનિક NGOને 2.0 મિલિયન ડચ ગિલ્ડર અાપ્યા. યુનાઇટેડ કિંગડમ​​​​​​​: 10 મિલિયન પાઉન્ડ સહાયની જાહેરાતો. જેમાં 2.6 મિલિયન પાઉન્ડની નિશ્ચિત પ્રતિબદ્ધતા. અમદાવાદની બહાર બે વ્યક્તિની ડિઝાસ્ટર એસેસમેન્ટ ટીમ કાર્યરત કરાઇ. છ એરક્રાફ્ટ રાહત સામગ્રી વગેરે લઈને આવ્યા. ​​​​​​​ યુએન માનવતાવાદી કાર્યાલય​​​​​​​: 1.50 લાખ યુઅેસ ડોલર. વધારાના 50 હજાર ડોલરની રોકડ. ફેમિલી સર્વાઇવલ કીટ. તબીબી પુરવઠો અને સલામત પાણીની જોગવાઈ અને શાળાઓ અને શિક્ષણ પુરવઠો માટે કરોડોનું દાન કરાયું. ઓમાન​​​​​​​: ખાદ્ય સામગ્રી, દવાઓના ત્રણ શિપમેન્ટ. મેડિકલ ટીમ આવી. ​​​​​​​રોમાનિયા​​​​​​​​​​​​​​: ધાબળા, દવાઓ, સિરીંજ મોકલવામાં અાવ્યા.​​​​​​​ પાકિસ્તાન ​​​​​​: ત્રણ એરક્રાફ્ટમાં 600 ટેન્ટ અને 7500 બ્લેન્કેટ મોકલ્યા .​​​​​​​પોર્ટુગલ: પોર્ટુગીઝ સમાજે ભંડોળ ઊભુ કરવા માટેની ડ્રાઇવ યોજી. યુક્રેન: રાહત સામગ્ર કરતું 68 સભ્યનું પ્રતિનિધિમંડળ મોકલ્યું. યમન: એક લશ્કરી વિમાન દવા અને ખોરાક જેવી સામગ્રી સાથે મોકલ્યું. કુવૈત: ​​​​​​​​​​​​​​તબીબી સાધનો, પટ્ટીઓ, તંબુઓ, દૂધનો પાવડર, વિવિધ ખાદ્યપદાર્થો ધરાવતા બે પરિવહન વિમાન મોકલ્યા. 2.50 લાખ ડોલરની જાહેરાત કરી. ભારતીય સમુદાયે રૂ. 15 કરોડ અને દસ ટન રાહત સામગ્રી મોકલી.​​​​​​​ કતાર​​​​​​​: તબીબી સાધનો, દવાના સ્ટેન્ટ, ધાબળા અાવ્યા. ભારતીય સંસ્થાઓએ રૂ. 24,31,844 પીઅેમ રાહત ફંડ માટે અાપ્યા. કતારી અંગ્રેજી અખબાર “ધ પેનિન્સુલા” એ રાહત ફંડની સ્થાપના કરી. ​​​​​​​ તાઇવાન​​​​​​​: ત્યાંની સરકારે અગાઉ બચાવ ટીમ મોકલવાની ઓફર કરી હતી. ત્યારબાદ રોકડ સહાય આપવાનું નક્કી કર્યું છે. રેડ ક્રોસ તાઇવાન રાહત સહાય એકત્ર કરી રહ્યું હતું.​​​​​​​ ​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...