ચેમ્બરની મુખ્યમંત્રીને રજૂઆત:ભુજમાં ભૂકંપ અસરગ્રસ્ત વેપારીઓને 20 વર્ષ બાદ પણ દુકાનો ન ફાળવાઇ; દુકાનો ભાડે કે વેચાણ આપવા માગ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • તમામ રિલોકેશન સાઇટમાં ધૂળ ખાતા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ​​​​​​​

ભૂકંપના અસરગ્રસ્ત વેપારીઅો માટે ભુજની તમામ રિલોકેશન સાઇટમાં કોમર્શીયલ કોમ્પલેક્ષ અેટલે કે, પીપીપી મોડ પર દુકાનો બનાવી દેવાઇ છે પરંતુ વેપારીઅોને ભાડે કે, વેચાણથી ન ફાળવાતાં વેપારીઅોમાં નારાજગી જોવા મળી રહી છે.ભુજના ભૂકંપ અસરગ્રસ્ત વેપારીઅોના વ્યવસ્થાપન માટે શહેરની તમામ રિલોકેશન સાઇટમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે દુકાનો બનાવાઇ છે પરંતુ નવાઇની વાત તો અે છે કે, તે દુકાનો 20 વર્ષ બાદ પણ વેપારીઅોને ભાડે કે, વેચાણથી ફાળવાઇ નથી.

લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી અા દુકાનો હાલે જર્જરીત હાલતમાં છે. તો વળી ત્રિ-મંદિરની સામે અેરપોર્ટ રીંગરોડ પર અાવેલા કોમ્પલેક્ષમાં તો હવે ભાડાની કચેરી કાર્યરત કરવાની તજવીજ હાથ ધરાઇ છે ત્યારે તમામ દુકાનો વેપારીઅોને ભાડે કે, વેચાણથી તાત્કાલિક અાપવા ભુજ ચેમ્બર અોફ કોમર્સ અેન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઅાત કરાઇ હોવાનું મંત્રી જગદીશ ઝવેરી, મીડિયા કો.અો. ભદ્રેશ દોશીઅે જણાવ્યું હતું.

દુકાનો બની તે સમયની બજાર કિંમતે વેપારીઅોને અાપો
ચેમ્બર પ્રમુખ અનિલ અેચ. ગોરે જણાવ્યું હતું કે, વેપારીઅોને દુકાનો ભાડે કે, વેચાણથી અાપવા મુદ્દે સત્તાધીશો સમક્ષ રજૂઅાત કરાતાં અેવો જવાબ મળ્યો હતો કે, સરકારે વર્તમાન બજાર કિંમતે દુકાનો વેચાણ અાપવાનો નિર્ણય લીધો છે, જેથી વર્તમાન નહીં પરંતુ દુકાનો જે સમયે બની તે સમયે જે બજાર કિંમત હતી તે મુજબ વેપારીઅોને દુકાનો ભાડે કે, વેચાણ અાપવા મુખ્યમંત્રીને રજૂઅાત કરી છે અને જો કોઇ નિર્ણય નહીં અાવે તો વડાપ્રધાનને પણ અા મુદ્દે અવગત કરાશે.

અન્ય સમાચારો પણ છે...