તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિર સે સ્કૂલ ચલે હમ:જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશથી ઉત્સાહ

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને લઈને છેલ્લા અગિયાર મહિનાથી બંધ પડેલી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ તબક્કે ધો.6થી 8ના વર્ગો વિદ્યાર્થીઓ માટે શરૂ કરવાની સરકારની જાહેરાતને લઇને વિવિધ સ્થળે શાળાઓ શરૂ કરાઇ હતી.

દયાપરમાં બાળકો હોંશે હોંશે શાળાએ આવ્યા
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે પી.એમ. વિદ્યાલય પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં વિદ્યાર્થીઓ હોંશપૂર્વક અભ્યાસ કાર્યમાં જોડાયા હતા. મોં પર માસ્ક બાંધી, સામાજિક અંતર જાળવણી સાથે રૂમમાં પ્રવેશ અપાયો હતો.

ભુજની શાળામાં હવન દ્વારા વર્ગોની શરૂઆત
કચ્છ કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિર ખાતે અગ્નિહોત્રમ હવન દ્વારા વર્ગો શરૂ કરાયા હતા. સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવાની સૂચનાઓ અપાઇ હતી.

ભુજની શાળા પ્રવેશ પૂર્વે સંપૂર્ણ સેનેટાઈઝ કરાઈ
જયનગર પ્રાથમિક શાળામાં પ્રવેશ પહેલા સાફ-સફાઈ કરીને સંપૂર્ણ સેનેટાઈઝ કરાઇ હતી. વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપવા સાથે હાથ સેનેટાઈઝરથી સાફ કરાવ્યા હતા તેમજ નિયમોની વિસ્તૃત જાણકારી શિક્ષકો દ્વારા અપાઈ હતી.

કેરામાં ફૂલ, તિલક સાથે શૈક્ષણિક કાર્યની શરૂઆત
કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ કેરા સંચાલિત ઉચ્ચત્તર પ્રાથમિક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓને ફૂલ, તિલક સાથે વધાવીને શૈક્ષણિક કાર્યની શરૂઆત કરાઈ હતી. જેમાં 70% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ખાવડાની શાળાઓ બાળકોના ખિલખિલાટથી ફરી ગુંજી
ખાવડા વિસ્તારની શાળાઓમાં બાળકો ની આવન-જાવન શરૂ થઈ હતી. શિક્ષકો દ્વારા સાવચેતીના ભાગરૂપે સેનેટાઈઝર અને સામાજિક અંતરની માહિતી અપાઈ હતી પ્રસ્તુત તસ્વીર તુગા નવાવાસ પ્રાથમિક શાળાની છે.

વિથોણમાં વિદ્યાર્થી-વાલીઓએ સેલ્ફી લીધી
નખત્રાણા તાલુકાના વિથોણની પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષિકા હેતલબેન અગ્રાવતે વ્હાલનો વેલકમ પોઇન્ટ બનાવ્યો હતો તેમાં SOPને લગતી ગાઈડલાઈન મુકાઈ હતી. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને તેની સાથે સેલ્ફી લેવામાં આવી હતી.

લખપત તાલુકામાં ફુલ, ચોકલેટ અને કેક કાપી આવકાર્યા
લખપત તાલુકાના 3345માંથી 1687 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોને ફુલ, ચોકલેટ અને કેક કાપી આવકારવામાં આવ્યા હતા.

ના. સરોવર શાળામાં તબિયત બાબતે જાગૃત રહેવા હાકલ
નારાયણ સરોવરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કોરોના બાબતે જાગૃતિ આપવા સાથે તબિયત અસ્વસ્થ જણાય તો તાત્કાલિક શિક્ષકોને જાણ કરવા સૂચન કરાયા હતા તેમજ સેનેટાઈઝર, માસ્ક વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો