• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Enthusiasm Among The People Regarding The By election Of Ward No 2 Of Bhachau Municipality Today, 32.30 Percent Voting Till 1 Pm

પેટા ચૂંટણી:ભચાઉ નગરપાલિકાના વોર્ડ નં-2ની આજે પેટા ચૂંટણીને લઈ લોકોમાં ઉત્સાહ, 50.52 ટકા મતદાન

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અને આપ પક્ષના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ

ભચાઉ નગર પાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી બેઠક માટે આજે પેટા ચૂંટણી પ્રક્રિયા વહીવટી તંત્રની દેખરેખ હેઠળ ચાલી રહી છે. ભારે પોલીસ બંદોબસ્ત સાથે નવી ભચાઉ વિતારના ચાર બુથ પર હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. 50.52 ટકાથી મતદાન થયું છે.

ભચાઉ નગર પાલિકાના વોર્ડ નંબર 2ની બેઠકના નગર સેવક વનરાજસિંહ દેવુભા ઝાલાનું અવસાન થયા બાદ ખાલી પડેલી બેઠક માટે આજે ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપ પક્ષે વનરાજસિંહ ઝાલાના પુત્ર અક્ષયસિંહ ઝાલા અને આમ આદમી પાર્ટીના મંજુબેન કાંતિલાલ કારીયા વચ્ચે ચૂંટણી જંગ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોંગેસ પક્ષના ઉમેદવારે દાવેદારી પરત ખેંચી લીધી હતી.

નવી ભચાઉ અને નવાગામ વિસ્તારના કુલ 2800 મતદારો ધરાવતા વોર્ડ નંબર 2ના 4 બુથ પર હાલ પોલીસ અને હોમગાર્ડના જવાનો સાથેના બંદોબત વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બપોરના 1 વાગ્યા સુધી 32.30 ટકા મતદાન થયું હોવાનું મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...