નવીનતમ પહેલ:ટેકનોલોજીના સહારે ઈકો ફ્રેન્ડલી ફટાકડા ફોડીને આનંદ મેળવ્યો

રાયધણજરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકોના એક નાના અેવા આઈડિયા થકી નવીનતમ પહેલ

ફટાકડાના કારણે વધતા પ્રદૂષણ વચ્ચે કચ્છમાં નાના બાળકોઅે એક નાના આઈડિયા થકી નવીનતમ પહેલ કરી હતી અને અત્યાર સુધી માત્ર આઉટ ડોર ફટાકડા ફૂટવાનો આનંદ હવે આઉટ ડોર અને ઇન્ડોર એમ બંને પ્રકારના અનુભવો મેળવ્યા હતા.

બાળકોએ માત્ર ગમ્મત સાથે નિર્દોષ આનંદ માણવાની સાથે ટેકનોલોજીના ઉપયોગના માધ્યમથી પ્લે સ્ટોર પરથી ફટાકડા ફોડવાના એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોબાઇલને ટીવી અને સાઉન્ડ સિસ્ટમ સાથે જોઇન્ટ કરીને ઘરમાં બેઠાબેઠા અલગ-અલગ પ્રકારના ફટાકડા ફોડવાનો અને તેના અવાજનો આનંદ માણ્યો હતો.

મોંઘવારીના માર વચ્ચે બાળકોએ ટેકનોલોજીના સહારે ઈકો ફ્રેન્ડલી ફટાકડા ફોડીને નિર્દોષ આનંદ મેળવ્યો હતો. દિવસે ન વધે એટલી રાતે અને રાતે ન વધે એટલી દિવસે વધતી જતી મોંઘવારી તેમજ ફટાકડાની કિંમત પર કોઈ અંકુશ ન હોવાથી તેમજ મહત્તમ કિંમત તેમજ વેચાણ કિંમતમાં કોઈ તાલમેલ ન હોવાથી એકાદ હજાર રૂપિયામાં પણ માત્ર ચણા મમરા જેટલા જ ફટાકડા આવતા હોય છે. આમ છતાં લોકો હજારો રૂપિયાના ફટાકડા તો ખરીદતા જ હોય છે. દિવાળીના દિવસે બાળકો આઉટ ડોર ફટાકડા તો ફોડશે જ, પણ ઘર માં બેઠાબેઠા ફટાકડા ફોડીને દિવાળીના તહેવારની અનોખી રીતે મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...