તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:તાલુકાના કિસાનોને સતાવતી સમસ્યાઓનો અંત લાવો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનકૂવામાં યોજાયેલી બેઠકમા વિવિધ મુદ્દા ચર્ચાયા

તાજેતરમાં માનકૂવા ખાતે યોજાયેલી ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘની બેઠકમાં સદસ્યતા નોંધણી, ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા સ્તરની સમિતિઓ રચવા તેમજ ખેડૂતોને સતાવતી વિવિધ સમસ્યાઓ વિશે વિસ્તૃત વિચારણા કરાઇ હતી. પ્રદેશ સદસ્ય કુરાભાઇ ચૌધરી અને વિઠ્ઠલ ભીમાણીની અધ્યતામાં યોજાયેલી બેઠકમાં કિસાનોએ પ્રશ્નો રજૂ કરતાં જણાવ્યું હતું કે, દવા અને બિયારણમાં વેચાણ કિંમત ઉંચી લગાવાય છે જેને લઇને ખેેડૂતો લૂંટાય છે. બે ગુંઠા જમીન માપણીનો પ્રશ્ન વર્ષોથી ટલ્લે ચડ્યો છે.

પીજીવીસીએલ દ્વારા ખેતીવાડીમાં ટેરિફમાં એક સમાન ભાવ કરાયો છે પણ મીટર જોડાણ વાળા તેનાથી વંચિત રહ્યા છે જેને લઇને આ બાબતે પણ લાભ આપવામા આવે તેવી માગ ઉપસ્થિતોએ કરી હતી. કચ્છમાં સિંચાઇ માટે નર્મદાના નીર તાત્કાલિક પહોંચતા કરાય તેવી પ્રબળ માગ ઉઠી હતી.

કિસાન સંઘના સંયોજક લક્ષ્મણભાઇ વરસાણીએ આગામી આયોજન વિશે પૂરક વિગતો આપી હતી. નાનજી સોરઠિયા, લાલજી પીંડોરિયા, વીરજી વેકરિયા, રમણ માકાણી સહિત શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ બહોળી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો