ઉદાહરણ:ટેક્સ બ્રાન્ચના કર્મી રોજ 10 બિલની પણ બજવણી કરી નથી શકતા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાના કામમાં ગતિ કેમ અાવતી નથી અેનું ઉદાહરણ

ભુજ પાલિકાની ટેક્સ બ્રાન્ચમાં શહેરીજનોને અપાતી વિવિધ સેવાઅોના ચાર્જ ઉપરાંત મિલકતધારકો પાસેથી વેરાઅોની વસુલાત કરવાની કામગીરી થતી હોય છે. જે માટે બિલોની બજવણી કરવામાં અાવે છે અને બજવણી કરનારા કર્મચારીઅો રાખવામાં અાવે છે. પરંતુ, કેટલાક કર્મચારીઅો દરરોજના 10 બિલ પણ બજવણી કરી નથી શકતા, જેથી કામમાં ગતિ કેમ અાવે અે અેક પ્રશ્ન થઈ ગયો છે. ભુજ નગરપાલિકાના ચોપડે શહેરની 45 હજાર ઉપરાંત મિલકતો નોંધાયેલી છે. જેમને પાણી અને ગટરના જોડાણ અપાયા હોય છે, જેથી પાણી વિતરણ અને ગટરની સેવાનો ચાર્જ વસુલવાનો હોય છે.

શેરી મહોલ્લામાં રોડ લાઈટની સુવિધા અપાય છે અને સફાઈ પણ કરવામાં અાવતી હોય છે, જેથી અેના ચાર્જ પણ વસુલવાના હોય છે. અે ઉપરાંત મિલકત વેરો, શિક્ષણ વેરો અને વ્યવસાય વેરો પણ વસુલાતો હોય છે. જે કામગીરી માટે બિલની બજવણી કરવા માટે ફિલ્ડ વર્કર્સ પણ રખાયા હોય છે.

પરંતુ, કેટલાક કર્મચારીઅોને માસિક દસેક હજાર રૂપિયા જેટલો ફિક્સ વેતન અાપવા છતાં તેઅો દરરોજના 10 બિલ પણ બજવી નથી શકતા, જેથી માર્ચ અેન્ડિંગ સુધી કર્મચારીઅોને ચૂકવવા માટે સ્વભંડોળ પણ અેકઠું કરી નથી શકાતું. અલબત્ત કેટલાક નિષ્ઠાવાન કર્મચારીઅો પણ છે જેઅો દિવસ રાત જોયા વિના અેમના ભાગે અાવેલી કામગીરી પાર પાડે છે. પરંતુ, કામ ચોર કર્મચારીઅોને કારણે તેઅો પણ કામથી અળગા થવા લાગ્યા છે. અામ છતાં ભુજ સુધરાઈ કામ ચોર કર્મચારીઅોને છૂટા કરવાની હિંમત કરી નથી શકતી. કેમ કે, ભલામણોનો દોર શરૂ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...