તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાદાગીરી:નખત્રાણાના અંગીયા ટોલનાકા પર ટોલ ફી મુદ્દે ટ્રક ચાલકને કર્મચારીઓએ માર મારતા પોલીસ ફરિયાદ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક ચાલક સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ

નખત્રાણા તાલુકાના અંગીયા ટોળગેટ પર રીટર્ન ભરેલી ટોલટેક્ષની પાવતી ન ચલાવીને ટ્રકચાલકને ટોલ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા ચાલકને ભુજની જી.કે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાનો વારો આવ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર નાગીયારીમાં રહેતા ઈમરાન લતીફ બાફણ ટ્રક ન. જીજે12 એટી 5562 મારફત અંગીયા ગામ નજીકના ટોલગેટ પર પસાર થવા રિટર્ન ભરેલી ટોલની પાવતી ટોલબુથ બતાવતા કર્મચારીએ આ પાવતી નહીં ચાલે તેમ કહી ઓફિસમાં મળી આવવાની વાત કરી હતી. ઑફિસમાં હાજર કર્મચારીએ પણ પાવતી માન્ય ન ગણતા બોલાચાલી થઈ હતી , જેના પગલે અન્ય કર્મચારીઓ મારવા માટે આવતા જોઈ ટ્રક ચાલક ટ્રક લઈને ત્યાંથી ભાગી નીકળ્યો હતો .

ટ્રકચાલક નખત્રાણા બસ સ્ટેશન નજીક પહોંચતા ખાખી કપડા ધારીઓએ તેને અટકાવ્યો હતો અને કહ્યું હતું કે, તારી ગાડી ટોલનાકા પર પાછી લઈ જવી પડશે. એમ કહી એક ખાખીધારી ગાડીમાં બેઠો હતો અને ગાડી પરત ટોલનાકા પર પહોચી હતી, જ્યાં અજીતસિંહ અને ભાણુભાએ ટ્રક ચાલકને પકડી રાખ્યો હતો અને અન્ય સ્ટાફના માણસોએ પાઈપ અને ધકબુશટનો માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે.

ટોલ કર્મચારી દ્વારા ઈજાગ્રસ્ત થયેલા ડ્રાંઈવરને હાલ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. એમએલસીના આધારે નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલક સાથે દાદાગીરી કરી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નાગીયારીના ટ્રક ચાલકને ટોલ બુથમાં નોકરી કરતા બે શખ્સો ઉપરાંતના સ્ટાફે લોખંડના પાઈપ અને ધકબુશટનો માર મારતા ટ્રક ચાલકને ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો છે.

અન્ય સમાચારો પણ છે...