તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચાર વિમર્શ:ઉદ્યોગ અને શિક્ષણ જગતને એક-બીજાનો પૂરક બનાવવા ભાર મુકાયો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ યુનિવર્સિટી અને ફોકિયા દ્વારા સંશોધન બાબતે વિચાર વિમર્શ

કચ્છ યુનિવર્સિટીમાં થઇ રહેલા સંશોધન અને કચ્છના ઉદ્યોગ બાબતે યુનિ.ના હોલ ખાતે વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉચ્ચશિક્ષણમાં ઉદ્યોગોની જરૂરિયાત મૂજબ સંશોધન અને અભયાસક્રમનું માળખુ જરૂરી હોવા સુર વ્યકત થયો હતો, તો ઉદ્યોગ અને શિક્ષણ જગતને અેકબીજાનો પૂરક બનાવવા ભાર મૂકાયો હતો.

કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજા અને રજીસ્ટ્રાર ડો. જી. અેમ. બુટાણીના માર્ગદર્શન હેઠળ વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાયો હતો. ફેડરેશન અોફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ અેસોસીઅેશન (ફોકીયા)ના મેનેજિંગ ડિરેકટર નિમીષ ફડકેઅે જણાવ્યું હતું કે, ભુકંપના બે દાયકાના સમયગાળામાં કચ્છના ઉદ્યોગ જગતે હરણફાળ ભરી છે, વૈવિધ્યપુર્ણ રીતે કરેલી વિકાસયાત્રાની ઝલક અાપતા કચ્છ જિલ્લાઅે સામાજિક-અાર્થિક વિકાસમાં ફોકિયાની ભૂમિકા સ્પષટ કરી હતી.

કુલપતિઅે કહ્યું કે, ઉદ્યોગ જગત અને શિક્ષણ જગતને અેકબીજાના સહયોગથી અને પુરક બનવાની સંભાવના અને જરૂરીયાત પર ભાર મૂકયો હતો. વકતવ્ય બાદ ખુલ્લી ચર્ચામાં કચ્છ યુનિવર્સિટીમાં વિવિધ અનુસ્નાતક ભવનોમાં વિભાગ અધ્યક્ષ અને સિનિયર પ્રાદ્યાપકો જોડાયા હતા.

અા પ્રસંગે કાર્યક્રમની ભુમિકા અાઇ.કયુ.અેસીના ડિરેકટર ડો. અાર. વી. બસીયાઅે અાપી હતી અને ડો. અેમ. જી. ઠક્કર, ડો. ગિરીન બક્ષી, ડો. કાશ્મીરા મહેતા અને ડો. ચિરાગ પટેલે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...