અવધિ લંબાઈ:એસ.ટી.માં વારસને નોકરીને બદલે આર્થિક સહાયના વિકલ્પ પર જોર

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃત કર્મચારીના આશ્રિત કુટુંબોને પુન: ઉચ્ચક સહાયની અવધિ લંબાઈ
  • 2011ના જુલાઈ માસ પછી અવસાન પામેલાને વધુ અેક તક

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મૃત કર્મચારીના અાશ્રિત ઉમેદવારને રહેમરાહે નિમણૂક અથવા ઉચ્ચક નાણાકીય સહાય અાપવાના બે વિકલ્પોમાંથી રહેમરાહે નિમણૂકની પસંદગી કરનારાને પુન: ઉચ્ચક નાણાકીય સહાયની પસંદગી માટેની સમય મર્યાદા લંબાવાઈ છે, જેથી 4 લાખથી 6 લાખ સુધીની ઉચ્ચક નાણાકીય સહાય મેળવવાનો વિકલ્પ પસંદ કરવાની પુન: તક મળી છે.

ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે 2021ની 11મી નવેમ્બરે અામુખથી જણાવ્યું છે કે, 2014ની 17મી મેના ઠરાવથી નિગમના વર્ગ-3 અને 4ના અવસાન પામેલા કર્મચારીઅોના અાશ્રિત કુટુંબોને રહેમરાહે નિમણૂકના વિકલ્પે સામાન્ય વહીવટ વિભાગના 2011ના 5મી જુલાઈના ઠરાવથી રાજ્ય સરકારના અવસાન પામેલા કર્મચારીઅોના અાશ્રિત કુટુંબો માટે ઉચ્ચક નાણાકીય સહાયની યોજનાનો લાભ નિગમના કર્મચારીઅોને અાપવામાં અાવેલ.

જે મુજબ 2011ની 5મી જુલાઈ પહેલા અવસાન પામેલા કર્મચારીઅોના અાશ્રિત કુટુંબને રહેમરાહે નિમણૂકને બદલે ઉચ્ચક નાણાકીય સહાયનો વિકલ્પ સ્વીકારવો કે કેમ તે માટે 6 માસની સમયમર્યાદામાં તેમની પસંદગી રજુ કરવા જણાવ્યું હતું. અાવા અાશ્રિત કુટુંબો પૈકી જેમણે પોતાનો રહેમરાહે નિમણૂકનો વિકલ્પ યથાવત રાખ્યો હતો તેવા અાશ્રિત કુટુંબોને પુન: ઉચ્ચક નાણાકીય સહાયનો વિકલ્પ સ્વીકારવાની પસંદગી અાપવા માટે 2016ની 31મી ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવાઈ હતી.

પરંતુ, નિગમના રાજ્ય કક્ષાના ત્રણેય માન્ય સંગઠનો દ્વારા અાવેદન પત્ર અન્વયે 2021ની 20મી અોકટોબરે યોજાયેલી બેઠકમાં ઉચ્ચક નાણાકીય સહાય મેળવવાનો વિકલ્પ પસંદ કરવાની પુન: તક અાપવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...