તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ખેડૂતોને ચુકવાતી વીજલાઇનના વળતરની રકમમાં વિસંગતતા દુર કરો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો અાંદોલનની ચિંમકી
  • ભીમાસર, ભુટકિયાના ખેડૂતોઅે કલેક્ટરને આપ્યું આવેદન

રાપરના ભીમાસર અને ભુટકિયા પંથકમાંથી પસાર થતી 765 કિલોવોટની હાઇ વોલ્ટેજ વીજ લાઇન અંતર્ગત અસરકર્તા ખેડૂતોને વળતરની ચુકવાતી રકમની વિસંગતતા દુર કરવા કિસાનોઅે માંગ કરી છે અને માંગ નહીં સંતોષાય તો અાંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.

પાવરગ્રીડ કોર્પોરેશન અોફ ઇન્ડિયા દ્વારા લાકડિયાથી બનાસકાંઠા 765 કિલોવોટની વીજલાઇન પ્રસ્થાપિત કરી છે. ટાવર બેઝના વળતર માટે જમીન મૂલ્યાંકનના 85 ટકા અેટલે કે, બિન પિયત જમીન માટે રૂ.900 પ્રતિ ચો.મી. અને પિયત જમીન માટે રૂ.950 પ્રતિ ચો.મી. ઠરાવાયું છે, જે ચાર વર્ષ પહેલા ચૂકવાયેલા વળતરની રકમથી અડધી છે. ટાવર બેઝમાં અાવતી જમીન ખેતી કે અન્ય કોઇ કામ માટે ઉપયોગી રહેતી નથી.

નજીકના વિસ્તારમાં ઝણઝણાટી સાથે કરંટ અાવ્યા કરે છે અને ખેંચ અનુભવાય છે, જેથી તેની વળતરની રકમ મૂલ્યાંકનના 85 ટકાના બદલે પૂરેપૂરી અેટલે કે, 100 ટકા મળવી જોઇઅે, જે મુજબ પ્રતિ ચોમી 900 અને 950ના બદલે અનુક્રમે રૂ.1050 અને 1100 ચુકવવા જોઇઅે. સરકારે હાલે કૃષિ પેદાશોની મિનિમમ સપોટ પ્રાઇઝમાં 20થી 25 ટકાનો વધારો કર્યો છે, જે જોતાં ખેડૂતોને કોરીડોર કામનું વળતર જમીન મૂલ્યાંકનના 18થી 20 ટકા અને ટાવર બેઝનું વળતર પ્રતિ ચો.મી. રૂ.1050થી 1100 તેમજ ટાવર બેઝના કામ દરમ્યાન થતાં પાક નુકસાનનું વળતર જે-તે પાકની બજાર કિંમત મુજબ અાપવું જોઇઅે. વળતરની રકમમાં વિસંગતતા દુર કરવા ભીમાસર અને ભુટકિયાના ખેડૂતોઅે કચ્છ કલેક્ટરને અાવેદન પાઠવી માંગ કરી છે. જો માંગ નહીં સંતોષાય તો અાંદોલનની ચિમકી પણ કિસાનોઅે ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...