તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની અવડચંડાઇ:પોરબંદરની બે બોટ સમેત 11 માછીમારોનું જખૌ જળસીમાએથી અપહરણ

ભુજ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પોરબંદરની બે બોટમાં સવાર 11 માછીમારો જખૌની જળસીમાએ દરિયામાં માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયું હતું. આ માછીમારો ગીરસોમનાથ અને નવસારી વિસ્તારના હતા. કચ્છના જખૌ જળ સીમાએ ફિશીંગ ઝોનમાં માછીમારી કરતા 11 માછીમારોનું પાકિસ્તાન એજન્સી અપહરણ કરી ગઇ છે. પોરબંદરની રિદ્ધિસિદ્ધિ અને શ્રીગણેશ નામની બે બોટમાં નવસારી અને ગીરસોમનાથના 11 માછીમારો જખૌની જળ સીમાએ માછીમારી કરતા હતા, આ માછીમારો ફિશિંગ ઝોનમાં જ માછીમારી કરતા હતા.

દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા અપહરણ કરી જવાયું હતું. મત્સય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, માછીમારો જખૌની જળસીમામાં ફિશીંગ ઝોનમાં જ માછીમારી કરતા હતા. અપહરણ થયું છે તે ખલાસીઓના પરીવારજનોને જીવન નિર્વાહ માટે સરકારી યોજના મુજબ સહાય ચુકવવામાં આવશે. કચ્છની જળ સીમાએથી છેલ્લા એક વર્ષમાં અત્યાર સુધી કુલ 10 બોટ અને 61 માછીમારોનું અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો