તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:પ્રાથમિક શિક્ષકોએ કાલથી રોટેશનમાં નહીં, 100 ટકા હાજર રહેવું પડશે

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચૂંટણી અને સ્કૂલ અેક્રિડીઅેશનની કામગીરીની અનુકૂળતા માટે નિર્ણય?
 • મતદાન બાદ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઅોના વર્ગો શરૂ કરવાની શક્યતા

સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ 9મી ફેબ્રુઅારી પ્રાથમિક શાળાના શિક્ષકોઅે રોટેશન મુજબ નહીં પરંતુ, દરરોજ તમામ શિક્ષકોને હાજર રાખવાનો નિર્ણય લેવાઈ ગયો છે. જેની પાછળ ચૂંટણીની કામગીરી ઉપરાંત સ્કૂલ અેક્રિડીઅેશન કારણભૂત છે. જોકે, મતદાન બાદ ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઅોના વર્ગો શરૂ કરી દેવાય અેવી પણ શક્યતા જોવાઈ રહી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ તાલુકા અને જિલ્લા પંચાયત ઉપરાંત નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું 28મી ફેબ્રુઅારીઅે મતદાન છે, જેથી અાજે જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ શાળાઅોમાં મતદાન માટે બૂથ વગેરે ગોઠવવાની કામગીરી થવાની છે, જેથી શાળા ખુલી હોય અને શાળાના તમામ શિક્ષકો હાજર હોય અે જરૂરી છે. જે જરૂરિયાત અને અાવશ્યકતાને પગલે પ્રાથમિક શિક્ષણ નિયામકે 6ઠ્ઠી ફેબ્રુઅારીના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઅોને પત્ર લખી જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ ઘટતું જાય છે, તેથી સરકારે પ્રાથમિક શાળાઅોમાં ફરજ બજાવતા તમામ શિક્ષકો માટે રોટેશન બેઝીસ પર ફરજ ઉપર હાજર રહેવા માટેની અાપેલી સૂચના રદ કરી છે અને 9મી ફેબ્રુઅારીથી તમામ પ્રાથમિક શાળાઅોનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવાનો રહેશે.

જેથી પ્રાથમિક શાળાઅોમાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની હાજરી 100 ટકા રાખવાની રહેશે. શિક્ષકો અને મુખ્ય શિક્ષકોઅે શાળામાં સ્કૂલ અેક્રિડિઅેશન, શેરી શિક્ષણનું મૂલ્યાંકન, અેકમ કસોટી ચકાસણી કરી તેની ડેટા અેન્ટ્રી જેવી શિક્ષણલક્ષી કામગીરી કરવાની રહેશે.

છાત્રોને શાળામાં ન બોલાવવા
શિક્ષકોની 100 હાજરી છે. પરંતુ, વિદ્યાર્થીઅોને કોઈપણ સંજોગોમાં શાળામાં બોલાવવાના નથી અને અેનો ચૂસ્તપણે પાલન કરવાની પણ સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો