સંગ્રામ પંચાયત:કચ્છની 482 ગ્રામ પંચાયતો માટે ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 ડિસેમ્બર રવિવારે મતદાન, 21મીએ પરિણામ
  • ચાર ડિસેમ્બર સુધી ભરી શકાશે ઉમેદવારી પત્ર

રાજ્યની 10,879ની સાથે કચ્છની 482 ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે. આ માટેનું વિધિવત જાહેરનામું ચાલુ માસની 29 તારીખે બહાર પડાશે. તા. 19/12ના મતદાન થશે અને બે દિવસે 21 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે.

સોમવારે રાજ્ય સરકારે ચૂંટણી માટે કરેલી જાહેરાત બાદ કચ્છમાં ઠંડી વચ્ચે રાજકીય ગરમાવો શરૂ થયો હતો. તા. 29/1ના ચૂંટણીને અનુલક્ષી જાહેરનામું બહાર પડાયા બાદ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે. તા. 4/12 સુધી ગ્રામ પંચાયતની બેઠકો માટે દાવેદારી નોંધાવી શકાશે. 6 ડિસેમ્બરે તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે જેના બીજા દિવસે તા. 7ના ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. આમ 8 ડિસેમ્બરે કઇ બેઠક પર કેટલા ઉમેદવાર ઝુકાવશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

તા. 19/12ના સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે અને જરૂર પડશે તેવા કિસ્સામાં બીજા દિવસે તા. 20ના ફેર મતદાન માટે જોગવાઇ રાખવામા આવી છે. 21 ડિસેમ્બરે મત ગણતરી હાથ ધરાવાની સાથે પરિણામો જાહેર કરવામાં આવશે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તા. 24/12ના આટોપી લેવાશે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ કચ્છનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ભાવિ મુખીને લઇને ચર્ચાઓ અને અટકળો શરૂ થતાં જ અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...