તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ નથી કર્યું તો મત પણ નહીં મળે:ભુજના કુકમાં ગામની આશાપુરી કોલોનીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

ભુજ20 દિવસ પહેલા
 • માળખાગત સુવિધાના અભાવે કરાયો ચૂંટણીનો વિરોધ
 • 20 વર્ષના સમય પછી પણ ગામતળમાં કોલોનીનો સમાવેશ ન થયો

ભુજ તાલુકાના પૂર્વ દિશાએ આવેલા કુકમાં ગામની આશાપુરા કોલોની 2001ના ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવી છે. ભૂકંપના 20 વર્ષના સમય પછી પણ ગામતળમાં આ કોલોનીનો સમાવેશ ન થતાં આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષના ઉમેદવારે મત માંગવા આવવું નહીં તેવી જાહેરાતના બેનર લગાવવામાં આવ્યા છે.

કોલોનીના રહીશો દ્વારા લગાવવામાં આવેલા આ બેનરમાં દર્શાવવામાં આવ્યું છે કે, "2001ના ભૂકંપ બાદ નિર્મિત આશાપુરા કોલોની કુકમાં જેને 20 વર્ષના સમયગાળા બાદ પણ ગ્રામતળનો દરજ્જો મળેલ નથી. જેના કારણે મળવા પાત્ર માળખાગતની સુવિધાઓ હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી. ગ્રામ સભા દરમ્યાન આ કોલોનીને ગામતળમાં સમાવવા અંગેનો ઠરાવ પાસ થયો છે પણ અમલવારી થઇ નથી. જેથી આ ચૂંટણીમાં કોઈ પણ પક્ષના ઉમેદવારે મત માંગવા આવવું નહીં"

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ઉમેદવારી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ છે અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જ્યારે માંગો પુરી ન થતાં આશાપુરા કોલોનીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો