ક્રાઇમ:ઉઘરાણી મુદે 3 શખ્સો દ્વારા વૃદ્ધને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ધમકી

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિકરીને તેડવા જતાં પિતા-પુત્રને વેવાઇઓએ માર્યો માર

કમલાણી ફળિયામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મુદે ત્રણ શખ્સોએ યુવકના વૃદ્ધ પિતા ને પેટ્રોલ છાંટી સળગાવી નાખવાની ધમકી આપી હતી, તો મુસ્તફાનગરમાં દિકરીને તેળવા જનાર પિતા પુત્રને વેવાઇ સહિત ચાર જણાઓએ માર મારતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પેટ્રોલ છાંટીને સળવાગી દેવાની ધમકી આપી
એ ડિવિઝન પોલીસ મથકે ભીડ ગેટ પાસે કમલાણી ફળિયામાં રહેતા જુમાભાઇ ઇશાભાઇ નોડે (ઉ.વ.62)એ ફરિયાદ નોંધાવી હતી કે, બુધવારે પોણા પાંચ વાગ્યાના અરસામાં તેમના ઘરે આરોપી સકીર હમીર હુશેન ચાકી, અસલમ ઇસ્માઇલ ચાકી, અખ્તર ઇસ્માઇલ ચાકી ત્રણેય જણાઓ ગુપ્તી, લોખંડનો પાઇપ અને લાકડી સાથે આવ્યા હતા. અને ઘરનો દરવાજો ખખડાવી ફરિયાદીને તેના દિકરા ઇમરાન ક્યા છે તે પુછી રૂપિયા 10 હજાર લેવાનું કહી ગાળા ગાળી કરી ઘર મુકીને અહિથી ચાલ્યા જાવ તેવું કહી નહિંતર પેટ્રોલ છાંટીને સળવાગી દેવાની ધમકી આપતાં ત્રણેય આરોપીઓ વિરૂધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે. તો બીજીતરફ ભુજના ઇમામનો ઓટા પાસે રહેતા કાસમખાન હસનખાન પઠાણ (ઉ.વ.50) અને તેમના પુત્ર મોહમદ તોસીફ કાસમ પઠાણ (ઉ.વ.27) બન્ને જણાઓ બુધવારે રાત્રે મુસ્તફાનગરમાં રહેતી દિકરીને તેળવા ગયા હતા ત્યારે વેવાઇ દાઉદ સમા, શેરબાનુ દાઉદ સમા, ઇમરાન તથા ઇરફાન સહિત ચાર જણાઓએ માર મારતાં  ઘાયલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...