તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સેડાતા પાસે હાઇલેન્ડ રિસોર્ટમાં દારૂની મહેફીલ માણતા 8 યુવાનો પકડાયા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોજશોખ માણવા છેક અંજારથી પહોંચી આવ્યા, માનકુવામાં ગુનો નોંધાયો
  • શરાબ કયાંથી આવ્યો તેની તપાસ થાય તો બુટલેગર સુધી પહોંચી શકાય

ભુજ તાલુકાના સેડાતાથી ભારાપર સુધી છેક ફાર્મ હાઉસ, સેમ્પલ હાઉસ અને રિસોર્ટ બની ગયા છે, ત્યારે માનકુવા પોલીસે સેનેટરી માર્ગે અાવેલા હાઇલેન્ડની અંદર બનેલા સેમ્પલ હાઉસમાં દારૂની મહેફીલ માણતા અાઠ નબીરા પકડાયા હતા. અા યુવાનો કોરોના વચ્ચે મોજશોખ માણવા છેક અંજારથી અાવ્યા હતા. જો કે, દારૂનો જથ્થો કયાંથી અાવ્યો તે અંગે તપાસ કરવામાં અાવે તો જથ્થો અાપનાર બુટલેગરનું નામ ખુલવા પામે તેમ છે.

માનકુવા પોલીસે બાતમી અાધારે સેનેટરી નજીક અાવેલા હાઇલેન્ડ રિસોર્ટમાં દારૂની મહેફીલ પર દરોડો પાડયો હતો. અંજારથી મહેફીલ મનાવવા અાવેલા નબીરાઅો શરાબની મોજ કરતા રંગે હાથે પકડાઇ ગયા હતા. વિશાલ સુરેશભાઇ સંઘવી (ઉ.વ.30, રહે. ચિત્રકુટ), સાગર ગીરીશભાઇ સંઘવી (ઉ.વ.26, રહે. ચંપકનગર), રાજ ભાવેશભાઇ અાહીર (ઉ.વ.24, રહે. માલણવાડી), પરીન રજનીકાંત મહેતા (રહે. ચંપકનગર), દિપેશભાઇ ભણસારી (ઉ.વ.25, રહે. ચંપકનગર) કાૈશલભાઇ નીતિનભાઇ વોરા (ઉ.વ.28, ચંપકનગર), અક્ષય હિતેશભાઇ શાહ (ઉ.વ.25, ચંપકનગર), ધૈર્ય શૈલેશભાઇ વોરા (ઉ.વ.26, ચંપકનગર) રહે. તમામ અંજાર વાળાની ધરપકડ કરી હતી. પોલીસે 80 હજારની કિંમતના 8 મોબાઇલ કબજે કરી અાગળની તપાસ હાથ ધરી હતી.

જાણે અંજારથી રિસોર્ટ સુધી પગપાળા અાવ્યા: તો સંચાલક સામે કોઇ પગલા નહીં
અાઠ શખ્સો અંજારથી છેક ભુજની ભાગોળે સેડાતા સુધી દારૂની મહેફીલ માણવા અાવ્યા હતા, તો જાણે અાઠેય યુવાનો પગપાળા અાવ્યા હોય તેમ પોલીસ ચોપડે અેકેય વાહન કબજે કરાયું નથી. અાઠ શખ્સો હોય તો બે ફોર વ્હીલર કાર હોવી જ જોઇઅે. બીજીતરફ, અા રિસોર્ટના સેમ્પલ હાઉસના અાઠેય શખ્સોમાંથી કોઇ માલિક છે કે પછી સેમ્પલ હાઉસ ભાડે લેવામાં અાવ્યું હતું, જે અંગે તપાસ થાય તો મહેફીલ માણવા માટે ભાડે અાપવામાં અાવ્યું હોય તો સંચાલક સામે કોઇ પગલા લેવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...