તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:પધ્ધર પાસે વાડીમાં જુગાર રમતા આઠ જણા પકડાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ ત્રણ મોટર સાયકલ 7 મોબાઈલ સહિત 90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

ભુજ તાલુકાના લાખોંદગામ થી આગળ જતા રોડ પર પુલીયા પાસે આવેલી વાડીમાંથી જુગાર રમતા આઠ જણાને પશ્ચિમ કચ્છ એલસીબીએ 7 મોબાઇલ અને ત્રણ મોટર સાઇકલ સહિત 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લાખોંદથી આગળ પદ્ધર જતા હાઇવે નજીક પુલિયા પાસે જયંતીભાઈ કરસનભાઈ પટેલ )રહેવાસી પદ્ધર)વાળા ની વાડીમાં જુગાર રમાઇ રહ્યો છે તેવી સચોટ બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો. દરોડામાં જયંતીભાઈ કરસનભાઈ પટેલ, યોગેશભાઈ નરેન્દ્ર ભાઈ ઉર્ફે અશ્વિન પરમાર, હિરેનભાઈ મોરારજી સોની, જયદીપ સુરેશભાઈ સોની, દિલીપભાઈ પીતામ્બરભાઈ પટેલ, મહેશકુમાર ભીખાભાઈ પાવરા, હિતેશભાઈ જગાભાઈ પરમાર, વેલાભાઇ કરસનભાઈ પાવરા (રહે તમામ રહેવાસી માધાપર) વાળા જુગાર રમતા રંગેહાથે ઝડપાઇ ગયા હતા. એલસીબીએ દરોડા દરમિયાન 26210 રોકડા, 7 મોબાઇલ કિંમત 18500 અને ત્રણ મોટર સાઇકલ જેની કિંમત 45 હજાર ગણી કુલ 89810 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપીઓને પદ્ધર પોલીસ મથકે સુપરત કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો