ધરપકડ:થુમડીમાં ઇદના દિને બે ઊંટની જાહેરમાં કતલ કરનારા આઠ શખ્સોની ધરપકડ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઘટનાને પગેલે જીવદયાપ્રેમી સહિતના લોકોનું ટોળું પોલીસ મથકે પહોંચ્યું
  • આરોપીઓને માસના જથ્થા અને હથિયારો સાથે વાયોર પોલીસે ઝડપી લીધા

બકરી ઇદના દિવસે અબડાસાના થુમડી ગામે બે ઊંટની કુરબાની કરી જાહેરમાં કતલ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓ સહિતના લોકોનું ટોળું વાયોર પોલીસ મથકમાં ધસી ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને સ્થળ પરથી ઊંટના અવશેષો અને માસ તેમજ હથિયારો સાથે આઠ શખ્સની અટકાયત કરીને તમામ વિરૂધ ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બકરી ઇદના બપોરે પોણા વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બનવા પામ્યો હતો.

વાયરો પોલીસ અધિકારી સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળતાં પોલીસ કાફલો થુમડી ગામની સીમમાં તળાવ નજીક પહોંચતાં બે ઊંટની કલત થયા બાદ તેના અવશેષો અને હથિયારો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી થુમડી ગામના જાફર આમદ સુમરા, હાજી હુશેન આધમ સુમરા, હાજી હસણ ઇસ્માઇલ સમા રહે વાગોઠ, આમદ કાસમ હાલેપોત્રા, હનીફ જાકબ સુમરા રહે નાની બેર, વોગોઠના નાથા મામદ અબડા, અલી હુશેન ખલીફા, અને મોટી ચરોપડીના કાદર અલી ગજણ સહિત આઠ શખ્સોની અટકાયત કરી લીધી હતી.

આરોપીઓએ કોઇ પણ વરવાનગી વગર બે ઊંટની જાહેરમાં કતલ કરી હત્યા કરી હતી. તેમના કબજમાંથી લોખંડની ચાર કુહાડી, 6 કોયતા, 12 નંગ મોટી છરીઓ, પીળા કલરનો રસ્સો, પ્લાસ્ટીકનું કંતાન, અને લાકડાના ટુકડાઓ સહિતનો મુદમાલ કબજે કરી તમામ આરોપીઓ વિરૂધ પશુઓ પ્રત્યના ધાતકી પણ અટકાવાવા સહિતની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માસ અને અવશેષો જમીનમાં દાટી પોલીસે નાશ કર્યો
સ્થળ પરથી મળી આવેલા ઊંટના અંગના અવશેષો અને માસનો જથ્થો પોલીસે જેસીબી દ્વરા જમીનમાં દટાવીને સ્થળ પર જ તેનો નાશ કરવાવી પંચનામાં સહિતની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...