તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કચ્છમાં કોમી એકતા સાથે ઇદની સાદગીથી કરાઇ ઉજવણી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
નલિયા - Divya Bhaskar
નલિયા

પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા કોરોના રૂપી સંકટને ધ્યાનમાં રાખીને ઇદની સાદગીપૂર્ણ ઉજવણી કચ્છમાં કરવામાં અાવી હતી. કચ્છના શહેરો અને ગામડાઅોમાં સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી અને ઇદની નમાઝ અદા કરવામાં અાવી હતી. અા વખતે મુસ્લિમ બિરાદરોઅે ઘરે જ ઇદની નમાઝ પઢી અને કોરોના બિમારીથી જલ્દી સમગ્ર વિશ્વ મુક્ત થાય તેવી દુવા માંગી હતી.

ભુજ : ભુજના ભીડગેટ પાસે કોમી અેકતાને અનુરૂપ નાનકડો કાર્યક્રમ યોજાયો હતો. પુષ્પગુચ્છ અર્પણ કરી ઇદની મુબારકબાદી પાઠવાઇ હતી. અા પ્રસંગે કિરણ ગોરી, ફકીરમામદ કુંભાર, મુસ્તાક હિંગોરજા, માલશી માતંગ, પ્રબોધ મુનવર, અકીલ મેમણ, શંભુભાઇ જોષી સહિતના ઉપસ્થિત રહી અેકબીજાને પુષ્પ અર્પણ કરી શુભેચ્છા પાઠવી હતી. તો ભુજની જુની બકાલી કોલોની પાસે અલીફ મસ્જીદમાં ઇદુલ ફિત્રની નમાઝ અને ખુતબો સરકારી ગાઇડલાઇન મુજબ માૈલાના કમરૂદ્દીન હિજાજી પઢાવેલ. ઇદ નમાઝની વ્યવસ્થા મુતવલ્લી સલીમ બાપુ તોસીફ અહેમદ, સુલેમાન અલીમામદ સુમરા, ઇજાઝ અહેમદ સમા, લુહાર યાકુબ, હાજી અબ્દુલ ગફુલ તરફથી કરાઇ હતી.

ગાંધીધામ : ગાંધીધામ- આદિપુર સંકુલમાં ઇદ-ઉલ-ફીત્રની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીમાં અસંખ્ય લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે આ મહામારી અટકે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા દુવા કરાઇ હતી. સાથે સાથે કોરોના મહામારીને ધ્યાને લઇને પોતાના ઘરે ઇદની નમાજ અદા કરીને સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસના 30 રોજા પુર્ણ થતા રોજ ઈદ ઉલ ફિતર નમાઝની અદાયગી ગાંધીધામ નવી સુંદરપુરી અમનશેરીના મુસ્લિમ બિરાદરોએ સરકાર નિયમ મુજબ કરી હતી ઈદ નમાઝ બાદ સમગ્ર દેશ અને દુનિયા ભરમાં ચાલતા કોરોના વાયરસની બિમારી ખતમ થાય તે માટે અને દેશમાં અમન શાંતી અને ભાઈચારો કાયમી રહે તે માટે દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે હુસેની એકતા કમિટી પ્રમુખ લતીફભાઈ ખલીફા, મંત્રી હાજી ઈશાક સુમરા, મામદભાઈ ઘાંચી, મામદભાઈ સુમરા, સુલતાનભાઈ રાયમા વગેરે હાજર રહ્યા હતા.

કચ્છ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન હાજી જુમા રાયમાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંકટના સમયમા એક બીજાની મદદ કરવી એજ તમામ ધર્મની શીખ છે, તેજ આપણા દેશની પરંપરા રહી છે. મસ્જિદે તયબાહ ખાતે સોસીયલ ડીસ્ટેન્સ સાથે નમાજ અદા કરેલ તથા મોલાના સોકત અલી અકબરીએ ખુતબો પઢી તમામ ભારતવાસીઓ માટે દેશ માટે દુવા કરી હતી.

જાયન્ટસ ગ્રુપ ઓફ અંજાર સાહેલી દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. કચ્છની ભૂમિ હંમેશા હિન્દૂ -મુસ્લિમ ભાઈચારાની ભાવના માટે જગવિખ્યાત રહી છે. ત્યારે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ નિમિત્તે ઈદ ના તહેવારની પ્રમુખ દિપાલી સોની, હિના વ્યાસ, પૂનમ પીઠડીયા, શીતલ દરજી, મીનુ પંજાબી, સ્વેતા સુથાર, ર્ડો, સુનિતા દેવનાની, ર્ડો, મીતા પટેલ, ભારતી મકવાણા વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

નલિયા : નલિયા મુસ્લિમ સમાજે સાદગીથી ઇદ ઉજવી અને અેકબીજાને મુબારકબાદી પાઠવી હતી. અા પ્રસંગ નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સદસ્ય હાજ તકીશાબાવાઅે જણાવ્યું કે કચ્છ મુફ્તી તથા તેમના પુત્ર હાજી અનવરશા બાવા જન્નતનશીન થતા તથા કોરોનાને ધ્યાને રાખી ઇદ સાદગીપૂર્વક ઉજવવા જણાવ્યું હતું. તથા અખિલ કચ્છ કુંભાર જમાતના પ્રમુખ હાજી જુણય હાજી અયુબે ઇદની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે મુફ્તિઅે કચ્છ કચ્છ અે તેમના પુત્ર જન્નતનશી થતા અા વખતની ઉજવણી ઝાંખી પડી છે.

અબડાસા: કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિની જાહેર અપીલ મુજબ સમાજ દ્વારા મુફ્તી એ આઝમ કચ્છ સૈયદ અલ્લામા અલ્હાજ અહમદશાહ બુખારી રહેમતુલ્લાહ ત્આલા અલૈહ અને તેમના જયેષ્ઠ પુત્ર હાજી અનવરશાહ બાવા સાહેબના હક્ક માટે ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. અાજના દિને કોરાના વેકસીન લેવા માટે સમજુતિ આપીને સમગ્ર સમાજને જાગ્રુત કરવામાં આવેલ તેમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના સંગઠનમંત્રી રજાક હિંગોરા એ જણાવ્યું હતું.

ભડલી: ગામના માજી સરપંચ અને મુસ્લિમ યુવા કમિટી ભડલીના પ્રમુખ મકવાણા ગુલામ હાજી ફકિરમામદ તેમજ સભ્યોએ સાદગીથી ઈદની ઉજવણી કરી હતી. કમિટીના 15 જેટલા સભ્યોને સાથે રાખી કપરા સમયમાં રક્તની સખ્ત જરૂરત હોય છે ત્યારે રક્તદાન કરી ઈદની ખરા અર્થમાં ઉજવણી કરી હોવાનું ગુલામભાઇઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...