તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલના આદેશના અમલીકરણ માટેના પ્રયાસો કરાશે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનની નવી કારોબારી રચાઇ

ભુજ તાલુકાના હોડકોમાં બન્ની બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનની નવી રચાયેલી કારોબારીઅે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂલના અાદેશના અમલીકરણ માટેની ખાત્રી અાપી હતી. શનિવારના હોડકો ખાતે સંગઠનની 13મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી, જેમાં બંધારણમાં ફેરફાર કરી વાર્ષિક ફી રૂ.100, કોઈપણ પંચાયતમાંથી સભ્ય વધુમાં વધુ 5 ટર્મ સુધી કારોબારી સભ્ય, કોઈપણ કારોબારી સભ્ય વધુમાં વધુ 5 ટર્મ સુધી હોદ્દેદાર તરીકે ચૂંટાઈ શકશે.

નવી કારોબારીમાં મુતવા કમરૂદ્દીન હાજીઅધુ, હાલેપોત્રા સાલેમામદ ફકીરમામદ, જત નુરમામદ ખમીશા, બંભા મજના અલી, જત મામદબક્ષ અંગારું, નોડે અબ્દુલા તાજન, સુમરા ઇદ્રીશ શકીલધા, ખાસકેલી ગુલામહુસેન અલારખ્યા, નોડે ઉજેર જકરિયા, જત ફકીરમામદ પુનરા, જત ખુશીમામદ આરબ, મુતવા નીઝામુદ્દીન હાજીશેરમામદ, હાલેપોત્રા અલાવર્યા હાજીમહેરઅલી, હાલેપોત્રા ગની આદમ, નોડે હાજીહાસમ આધમ, જત ગુલામ સગા, ખોયલા સુમાર ભૂરા, ગોરડિયા રામજી દેવરાજ, ઓડીટર તરીકે ઈશ્વરભાઈ દેસાઈ, હાલેપોત્રા સાલેમામદ ફકીરમામદ પ્રમુખ, જત ફકીરમામદ પુનરા ઉપપ્રમુખ, નોડે અબ્દુલા તાજન મંત્રી, ગોરડિયા રામજી દેવરાજ સહમંત્રી તથા જત નુરમામદ ખમીશાની ખજાનચી તરીકે વરણી કરાઇ હતી. સંગઠન અને સાશન પ્રક્રિયાની જવાબદારી અંગે સમજ ભારતી નંજાર, પ્રવીણ મુછડિયાઅે અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...