રાજકારણ:કોંગ્રેસમાં વધુમાં વધુ યુવાનો જોડાય તેવા પ્રયાસો કરાશે : નવી કારોબારી રચાઇ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ચૂંટણીમાં પક્ષને વિજયી બનાવવાનું લક્ષ્ય : પ્રમુખપદે રમેશ આહિર

કચ્છમાં કોંગ્રેસની વિચારધારા સાથે વધુમાં વધુ યુવાનો જોડાય તે બાબતને પ્રાથમિકતા અપાશે તેમ જિલ્લા યુવા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખે જણાવ્યું હતું.

જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદે સૌથી વધુ મતોની સરસાઇ સાથે વિજેતા જિલ્લા પંચાયતની સુમરાસર બેઠકના સભ્ય રમેશ આહિરે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવાનું લક્ષ્ય રહેશે તેમ કહ્યું હતું. ઉપપ્રમુખ પદે નગરસેવક હમીદ સમા, સંજય કેનિયા, અબુ હિંગોરા, મહામંત્રી પદે નિલય ગોસ્વામી, દિલિપ મહેશ્વરી, સાવન ઠક્કર, કાર્તિક પૈ, હિંમતસિંહ જાડેજાની વરણી થઇ હતી.

આ ઉપરાંત ભુજ વિધાનસભા બેઠક માટે પ્રમુખ પદે મીત જોશી, અંજાર માટે સાવન ખાટરિયા, ગાંધીધામ નીતેશ લાલણ, માંડવી માટે હાર્દિક વરસાણી, અબડાસા મુસ્તાક ચાકી અને રાપર વિધાન સભા બેઠકના પ્રમુખ તરીકે મહેન્દ્ર દૈયાની નિયુક્તિ થઇ હતી. પક્ષના જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...