તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ઊંટના આરોગ્ય, ચરિયાણ, દુધની બજાર માટે પ્રયાસો કરાશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની સાધારણસભામાં નવી બોડીની વરણી

કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની સાધારણસભા ભુજ ખાતે યોજાઇ હતી જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ઊંટ પાલકો જોડાયા હતા. સધારણસભામાં ઉંટડીના દુધ, રસીકરણ જેવી બાબતો પર ચર્ચા થઇ હતી. જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ડો. મેહુલ ચૌધરીએ ઊંટના રસીકરણ અને આરોગ્ય અંગે જાણકારી આપી હતી અને આવનારા દિવસોમાં ઊંટોની આરોગ્ય સેવાઓ રાહતદરે અપાશે તેમ જણાવ્યું હતું. સરહદ ડેરીના ડો. રાકેશ ત્રિવેદીએ કહ્યું કે હાલ સરહદ ડેરી 2000 લીટર ઊંટડીનો દૂધ કલેક્શન કરે છે.

બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના ઈશાભાઈ મુતવાએ સંગઠન એ એક શક્તિ છે ઊંટડીના દૂધ વિશ્વ લેવલે નામના મેળવી છે તેનો માલધારી સમુદાય વતી ગૌરવ અનુભવ્યો હતો. ડો. પંકજ જોષીએ ચરિયાણ બચવા આગામી રણનીતિ બનાવવા જણાવ્યું હતું. મહેન્દ્ર ભાનાણીએ સાધારણસભા માટેની વ્યવસ્થા પૂરી પાડી હતી. સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીની ટર્મ પૂરી થતા એમનું સન્માન કરાયું હતું.નવી કારોબારીમાં પ્રમુખ તરીકે રબારી આશાભાઈ રામાભાઈ, ઉપપ્રમુખ નુરમામદ મેરુ જત, ખજાનચી માંડાભાઈ રબારી, મંત્રી કરમીબેન રબારીની સર્વાનુમત્તે વરણી કરાઇ હતી.

કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના નવા પ્રમુખે ઊંટ ના આરોગ્ય, ચરિયાણ, દૂધની બજાર વ્યવસ્થા અને સંગઠનના વિવિધ મુદાઓને સાથે રહીને ઉકેલવાની ખાતરી આપી હતી. સાધારણસભામાં વ્યવસ્થાપક સમિતિ પણ બનાવામાં આવી હતી જેમાં ભીખાભાઈ રબારી, આમદ જત, સાંગણભાઈ રબારી, કમાભાઈ રબારી અને પ્રતાપસિહ જાડેજાની વરણી કરવામાં આવી હતી જે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનને આગામી રણનીતિ અને આયોજન માટે સહયોગ આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો