સંવાદ:ચૂંટણી માટે મર્યાદિત ક્ષેત્રની જવાબદારી નિયત કરશો તો જ અસરકારકતા વધશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં સંયોજક સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સંવાદ યોજ્યો

આવતા વર્ષાંતે યોજાવાની વિધાનસભા ચુંટણીની તૈયારીરૂપે આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભુજના ટાઉન હોલમાં યોજાયેલા જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના નિમાયેલા સંયોજક સાથે સંવાદ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે,જિલ્લા, તાલુકા અને શહેર સંયોજકને મર્યાદિત ક્ષેત્રની જવાબદારી નિયત કરવામાં આવે જેથી અસરકારકતા વધશે. તથા જિલ્લા સંયોજક સ્થાનિક સ્તરે તમામ સમીકરણોને ધ્યાને લઇને બુથ પ્રભારી નીમે, જેથી પરિણામલક્ષી સંગઠન ઊભું થાય. આગામી ચુંટણીમાં ભાજપની નિષ્ફળતાને લોકો સુધી પહોંચાડી જીતની સંભાવના ઉભી કરવા અપીલ કરી હતી.

કાર્યક્રમ અગાઉ પત્રકારો સાથે વાત કરતા ભાજપની નિષ્ફળતા લેખાવી હતી. કોરોના કાળમાં રૂપાણી સરકારની આંકડા છુપાવવાની કોશિશ ખુલી પડી ગઈ હોવાનું જણાવ્યુ હતું, તો જે કોઈ કોરોનામાં મૃત્યુ પામ્યા છે, તેમને ચાર લાખ સુધીની સહાય આપવામાં આવે. ગુજરાતમાં સાડા છ કરોડની વસ્તીમાં લગભગ ત્રણ લાખ જેટલા લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. ન્યાય યાત્રા દ્વારા લોક જાગૃતિ લાવવાની કોંગ્રેસ કોશિશ કરી રહી છે. ખાનગી ડોકટર દ્વારા ચલાવવામાં આવેલી લૂંટ પણ સરકાર નિષ્પક્ષ તપાસ કરી ચૂકવણી કરે. કોરોના વોરિયર્સ મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનના એક વ્યક્તિને સરકારી નોકરી મળે. કોરોના કાળમાં થયેલા ભ્રષ્ટાચારની ન્યાયિક તપાસની માંગ, આમ કુલ ચાર માંગ સરકાર સમક્ષ મૂકી છે. વર્ચ્યુઅલ વેબ સાઈટ ‘વી વિલ રીમેમ્બર’ પર મૃતકોની ફોટા સહિત વિગત મૂકવામાં આવશે. ગુજરાતમાં 22 હજાર મૃતકોના ફોર્મ ભર્યા છે, જેમના પરિવારના સભ્યોને ચાર લાખ સુધીની સહાય મળે. તે આપવામાં આવે તેવી માંગ કરી છે.

ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ પ્રમુખ વી.કે.હુંબલ, અરજણ ભૂડિયા, ઇબ્રાહિમ મંધરા, નવલસિંહ જાડેજા, દેશુભા જાડેજાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અા તકે ભુજ શહેર પ્રમુખ રવીન્દ્ર ત્રવાડી, અલીભાઇ જત, અજિતસિંહ મોકાજી, બહાદુરસિંહ પરમાર, બળવંતસિંહ જાડેજા, ગની માંજોઠી, કરશન રબારી, ચંદુભા જાડેજા, ખેરાજ ગઢવી, રાજેશ અાહીર, કપિલ કેસરિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, સંજય ગાંધી, જિલ્લા સંયોજકો અરજણ ખાટરિયા, દેવરાજ મરંડ, મંગલ કટુઅા, મીઠુભાઇ મહેશ્વરી, વિશનજી પાંચાણી, મોહનલાલ પટેલ, કિશોરદાન ગઢવી ગની કુંભારે વગેરે હાજર રહ્યા હતા.

બાયોડીઝલના નામે મોટું કૌભાંડ કચ્છથી શરૂ થયું હતું
વિદેશથી આવતા સોલાવંટને બાયો ડીઝલના નામે ગુજરાતમાં વેચાતું કરોડોનું કૌભાંડ સરકારમાં જ બેઠેલ અમુક લોકો કરતાં હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો. આ કરોડોના ગેરકાયદેસર વેપાર માટે આયાતી સોલાવંટને કચ્છથી ગુજરાતભરમાં સપ્લાય થતો હતો,જેનો હપ્તો જિલ્લા પ્રશાસનથી કરીને મુખ્યમંત્રી સુધી પહોંચતો હતો. ભાજપના અનેક લોકો સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ડીઝલ પંપના માલિકોએ ઉપર સુધી રજૂઆત કરતા હાલ આ વેપલો બંધ થયો છે.

અન્ય સમાચારો પણ છે...