તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવિધ કોર્સ શરૂ થશે:જીવનમાં હવા, પાણી અને પ્રકાશ જેટલું જ શિક્ષણ જ્ઞાન પણ જરૂરી

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ યુનિ. 51 લાખનું દાન મળ્યું : નવી શિક્ષણનિતીની નેમ પર વિવિધ કોર્સ શરૂ થશે
  • શિક્ષણમંત્રી અને કુલપતિ ઉપસ્થિત રહી અગ્રણીઅો તરફથી ચેકનો સ્વિકાર કર્યો

ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં નવી શિક્ષણનિતીની નેમ સાથે વિવિધ કોર્ષ શરૂ કરવા સેન્ટરની સ્થાપના માટે 51 લાખ રૂપિયાનું માતબાર દાન કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો, જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કચ્છ યુનિ.ના કુલપતિ હાજર રહી ચેક સ્વિકાર કર્યો હતો. તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિ સાગરસુરીશ્વરજી મહારાજા એડવાન્સ રીસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને જશવંતરાય કલ્યાણજી ગાંધી (જે. કે. ગાંધી) આઇએએસ સ્ટડી સેન્ટરની સ્થાપના માટેની દાન અર્પણ વિધિનો સમારંભ અમદાવાદમાં યોવજાયો હતો.

આચાર્ય મનોહરકીર્તિ સાગરસુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં તેમના જન્મદિને ચેક અર્પણ કરવાનો કાર્યક્રમનું અાયોજન કરાયું હતું. બુદ્ધિસાગરસૂરી જૈન સમાધિ મંદિર, વિજાપુરના ટ્રસ્ટીઓ દ્વારા મહારાજાની ઉપસ્થિતિમાં રૂપિયા એકાવન લાખનો ચેક કચ્છ યુનિજના કુલપતિ ડો. જયરાજસિંહ જાડેજાને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે દાતા મેહુલભાઈ ગાંધીએ સમાજનો યુવાન શિક્ષિતની સાથે સંસ્કારી પણ હોવો જોઈએ તે બાબત પર ભાર મુકયો હતો. શિક્ષણમંત્રીએ શિક્ષણની ગુણવત્તા સાથે માનવીય મૂલ્યોના વિકાસ પર ભાર મૂક્યો હતો.

આચાર્ય મહારાજાએ પ્રસ્તુત સેન્ટર્સને બિરદાવતાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવો પ્રગટાવવાનું કાર્ય કરવામાં આવ્યું હોવાનું જણાવી હવા, પાણી અને પ્રકાશ જેટલું જ શિક્ષણ જ્ઞાન પણ જરૂરી છે તેમ કહ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહ, દુષ્યંતભાઇ પંડ્યા, કચ્છના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝના નિયામક ડો પંકજ ઠાકર, આઇએએસ સ્ટડી સેન્ટરના નિયામક અજય રાઠોડ, ડો. મિલિન્દ સોલંકી, રજિસ્ટ્રાર ડો જી. એમ. બુટાણી, હિતેશભાઇ ખંડોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...