તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:મહામારીમાં કચ્છમાં શિક્ષણ વિભાગ 1.25 કરોડનું દાન આપશે

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કર્મીઓ એક દિવસનો પગાર સહાય પેટે કપાવશે

કોરોનાની સારવાર માટે તંત્રને મદદરૂપ થવાના હેતુથી જિલ્લાના શિક્ષણ વિભાગમાં ફરજરતોએ પોતાનો એક દિવસનો પગાર સહાયમાં આપવા નિર્ણય લીધો છે. આ સહાયમાંથી એકત્ર થનારી 1.25 કરોડ જેટલી રકમ વહીવટી તંત્રને દાનમાં આપવામાં આવશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. પી. પ્રજાપતિ અને માધ્યમિક શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિએ શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા વિવિધ સંગઠનો સાથે સંકલન કરી વેન્ટિલેટર, ઓક્સિજન, દવાઓની ખરીદી માટે તંત્રને સહયોગી બનવા પ્રસ્તાવ મૂક્યો હતો જેને અનુલક્ષીને યોજાયેલી બેઠકમાં આ બાબતે સર્વસંમતિ સધાઇ હતી.

શિક્ષણ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, શિક્ષકો, કારકૂન અને સેવકોનો મે માસનો એક દિવસનો પગાર સહાય પેટે આપવા નિર્ણય લેવાયો હતો. એક દિવસના પગારમાંથી એકત્ર થનારી 1.25 કરોડ જેટલી માતબર રકમ વહીવટી તંત્રને આપવામાં આવશે. આ પહેલને નયનસિંહ જાડેજા, કેરાણા ગોહિલ, હરિસિંહ જાડેજા, ખેતશી ગજરા, રામસંગજી જાડેજા, રમેશ ગાગલ, જે.સી. પાઠક, ઉર્મિલ હાથી, ચેતન બાડમેરા, મનોજ લોઢા, દિવ્યરાજસિંહ જાડેજા, એ. જી. વાઘેલા, મુરજી મીંઢાણી, દિલિપ પરમાર, કિરીટસિંહ ઝાલા, બી. કે. બકોત્રા, જે. બી. જાડેજા, એલ. કે. યાદવ, મોહન મહેશ્વરી સહિતનાએ આવકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો