આર્થિક ફટકો:આર્થિક ફટકો: દાડમના ભાવ ગગડતાં નિરોણા પંથકના ખેડૂતો ચિંતાતુર બન્યા

નિરોણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવામાનમાં ફેરફાર થતાં પાકમાં ફૂગજન્ય બીમારી વધી

દાડમના ભાવ ગગડી જતાં નિરોણા પંથકમાં દાડમની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળે છે. છેલ્લા ચાર માસથી હવામાનમાં ફેરફાર થતાં પાકમાં ફૂગજન્ય બીમારી વધી છે તો બીજી બાજુ પડતર જેટલા દામ પણ ન મળતા હોવાનું ધરતીપુત્રોએ જણાવ્યું હતું.

પાવરપટ્ટીમાં ભૂગર્મ જળમાં ક્ષારનું પ્રમાણ વધી જવાથી કિસાનો દાડમની ખેતી તરફ વળ્યા હતા પરંતુ આ વખતે વાતાવરણમાં અણધાર્યા બદલાવ અને છેલ્લા પખવાડિયામાં દાડમના ભાવમાં થયેલા ધરખમ ઘટાડાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તેમ કહેતાં ખેતશી અગ્રણીએ ઉમેર્યું હતું કે, દાડમનો સંગ્રહ કરી શકાતો ન હોવાથી જે કિમત મળે તેમા માલ કાઢી નાખવો પડે છે જેના કારણે આ સિઝનમાં પડતર કિમત પણ ન મળતાં ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...