ભુજ-ભચાઉ વાયા દુધઈ ધોરીમાર્ગ પર આવતા કનેયાબે ગામ નજીક ગઈકાલે મંગળવારે રાતે ઇકો કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં બાઇકને બચાવવાના પ્રયાસમાં ઇકો કાર માર્ગ પરથી રસ્તો ઉતરી બાજુના ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ પડી હતી. કારનો આગળનો ભાગ ઝાડમાં ફસાઈ જતા કારમાં રહેલો ચાલક વચ્ચે દબાઈ ગયો હતો. જેને ભેગા થઈ ગયેલા આસપાસના લોકોએ બહાર લાવી બચાવી લીધો હતો અને કારમાં સવાર અન્ય વ્યક્તિ સહિત બેઉને 108 સેવા મારફતે હોસ્પિટલ રવાના કરાયા હતા.
સમગ્ર ઘટના ભુજના કનેયાબે પાસે ગત રાત્રીના અરસામાં બની હતી. જેમાં ભુજ તરફથી આવતી ઇકો કાર સામેથી આવતા બાઈક સાથે ટક્કરથી બચવા ઝાડ સાથે ટકરાઈને થડમાં ફસાઈ ગઈ હતી. જેના કારણે દુધઈના કાર ચાલક પ્રવીણ હથિયાની કારમાં દબાઈ ગયા હતા. જેમને આસપાસના લોકોએ ભેગા મળીને બહાર કાઢ્યા હતા. કારમાં સવાર ધાનેટીના કલાજી ઠાકોરને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. જેથી બેઉને 108 એમ્બ્યુલન્સ મારફતે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે પદ્ધર પોલીસે જાણવા જોગ ફરિયાદ પરથી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.