તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલે પધાર્યા મોંઘેરા મહેમાન:કચ્છમાં સતત બીજા વર્ષે ચોમાસુ વહેલું, બે દિવસમાં સિઝનનો 10 ટકા વરસાદ વરસી ગયો !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શનિવારે કચ્છ પરથી પસાર થઇ રાજસ્થાન સુધી ચોમાસુ પહોંચ્યું - Divya Bhaskar
શનિવારે કચ્છ પરથી પસાર થઇ રાજસ્થાન સુધી ચોમાસુ પહોંચ્યું
  • હવામાન ખાતાએ શનિવારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસી ગયુ હોવાની કરી જાહેરાત
  • હવામાન ખાતાએ કચ્છમાં 25થી 30 જૂન સુધી ચોમાસાની સંભાવના વ્યક્ત કરી હતી
  • 19 જૂન સુધીની સ્થિતિએ છેલ્લા છ વર્ષમાં અત્યાર સુધીનો સર્વાધિક વરસાદ

કચ્છમાં જૂન મહિનામાં ભાગ્યે જ ધોધમાર વરસાદ પડતો હોય છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જ અને બે વર્ષતી આવતા વાવઝોડાના લીધે ચોમાસુ વહેલુ આવી રહ્યું છે. કચ્છમાં સતત બીજા વર્ષે ચોમાસુ હવામાન વિભાગના અંદાજા કરતા વહેલુ આવી ગયું છે. વળી ચોંકાવનારી વાત એ છે કે કચ્છમાં માત્ર બે દિવસમાં જ સિઝનનો 10 ટકા વરસાદ પડી ગયો છે. 19 જૂન સુધી છેલ્લા છ વર્ષમાં પડેલો આ સર્વાધિક વરસાદ છે. આ અંગે મળતી વિગતો મુજબ આમ તો કચ્છમાં 25 જૂન બાદ ચોમાસુ બેસતુ હોય છે. ચાલુ વર્ષે પણ હવામાન ખાતા દ્રારા કચ્છમાં ચોમાસુ 25થી 30 જૂન વચ્ચે આવવાની જાહેરાત કરી હતી.

પરંતુ તેનાથી એકાદ અઠવાડિયા પહેલા જ ચોમાસુ કચ્છમાં આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગે શનિવારે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસુ બેસ ગયું હોવાની જાહેરાત કરી દીધી હતી. જોકે ગત વર્ષે કચ્છમાં ચોમાસુ 15 જુનના જ બેસી ગયું હતુ. આ જોવામાં આવે તો ગત વર્ષ કરતા ચોમાસુ ચાલુ વર્ષે ચાર દિવસ મોડું છે. જૂનની વાત કરવામાં આવે તો કચ્છમાં અંદાજે સરેરાશ 15 એમએમ વરસાદ પડતો હોય છે.

તેની સામે 19 જૂન સુધી કચ્છમાં સરેરાશ 45 એમએમ વરસાદ પડી ગયો છે. આમ કચ્છમાં ચોમાસાની શરૂઆત ગત વર્ષની માફક સારી થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી ચોમાસુ બેસ્યાનું માનવામાં આવે છે.

18 જૂનના સૌરાષ્ટ્ર સુધી ચોમાસુ પહોંચ્યા બાદ 19 મીના કચ્છની સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસુ એક્ટિવ થઇ ગયું હતું. હવામાન ખાતાએ પણ સતાવાર રીતે આવી રીતે તસવીરમાં ચોમાસાની પ્રગતિ જાહેર કરી હતી. એક જ દિવસમાં ચોમાસુ આખા કચ્છને ક્રોસ કરી રાજસ્થાન સુધી પહોંચી ગયું હતું. જે લીલા રંગની લીટી પરથી જોઇ શકાય છે.

છ વર્ષમાં જૂન સુધીમાં કચ્છમાં પડેલો વરસાદ MM

વર્ષપડેલો વરસાદટકાવારી
2015358.86
2016123.01
20177518.58
201841.01
2019256.27
202010726.05
2021*4510.2

ગત વર્ષે 21 જૂન સુધી માંડવીમાં 15 ઇંચ વરસાદ પડ્યો હતો

ચોંકાવનારી વાત એ છે કે ગત વર્ષે 21 અને 22 જૂનના કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને માંડવીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ બે દિવસમાં માંડવીમાં 15 ઇંચ વરસાદ પડી ગયો હતો. પરંતુ હાલ માંડવીમાં હજુ સુધી સંતોષકારક વરસાદ વરસ્યો નથી. સરકારી ચોપડે હજુ સુધી માંંડવીમાં 4 મીમી વરસાદ છે.

અન્ય સમાચારો પણ છે...