તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જિલ્લામાં ચૂંટણી દરમ્યાન પોલીસ યોજશે વિશેષ ડ્રાઇવ, હથિયારો લઇ ફરતા શખ્સો ચેતી જજો

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ ઓચિંતા ત્રાટકે તેવી શક્યતા
 • શહેરના આત્મારામ સર્કલ નજીક છરી લઇને ફરતા એકને પોલીસે પકડ્યો

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે, ઉમેદવારો ફોર્મ ભરી લીધા હવે પ્રચાર શરૂ થશે. ભુજની શાંતી ન ડહોળયા અને પ્રચાર ટાણે બે પક્ષો વચ્ચે કોઇ જાનહાની ખેલ ન ખેલાય તે માટે પોલીસ હથિયારો લઇને ફરતા લોકો પર ત્રાટકશે તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ભુજના આત્મારામ સર્કલ પાસે છરી લઇ ફરતા શખ્સને પકડી ગુનો નોંધાયો હતો.પોલીસના આંતરીક સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચૂંટણીમાં પોતાના ટેકેદારોનો અપપ્રચાર અને અદાવતોમાં લોહીયાળ જંગ ન ખેલાય તે માટે પોલીસ સઘન ચેકિંગ હાથ ધરશે.

દ્વિચક્રીથી ફરતા લોકોની ચકાસણી કરવામાં આવશે તો ફોરવ્હીલરમાં પણ કોઇપણ જાતનો હથિયાર હશે તો તેની સામે ફોજદારી કરવામાં આવશે. એક તરફ આચારસંહિતા લાગુ છે ત્યારે જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. ભુજના આત્મારામ સર્કલ પાસે બી ડિવિઝન પોલીસની ટીમે ચેકિંગ વેળાએ છરી લઇને ફરતા સરફરાજ અબ્દુલ ખલીફા (રહે. કેમ્પ એરીયા,ભુજ)વાળાને પકડી લઇ તેની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ચૂંટણી ટાણે હથિયાર સાથે લઇને ફરતા લોકોને પકડી સળીયા પાછળ ધકેલશે તેવી ચર્ચાઓ વહેતી થઇ છે.

તડીપાર અને પાસાનો પણ સળવળાટ
દર વર્ષે ચૂંટણીની તારીખો પૂર્વે અસામાજીક તત્વો અને માથાભારે શખ્સો જેના લીધે માહોલ ખરાબ થાય અને ભય ફેલાય તેવાને પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલમાં ધકેલાય છે તો અમુક તત્વોને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાય છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાંથી અમુક તત્વોને પાસા અને તડીપાર કરવામાં આવશે તેવો સળવળાટ પણ થવા માંડયો છે. પાસા અને તડીપારના ભયથી અમુક માથાભારે તત્વો પહેલાથી જ અંડરગ્રાઉન્ટ થઇ ગયાની ચર્ચાઓ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો