અકસ્માત:ડમ્પરની અડફેટે એક્ટિવાનો ખૂડદો બોલી ગયો, તોય ચાલકનો ચમત્કારીક બચાવ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકને સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

ભુજના સરપટ નાકા બહાર 36 ક્વાર્ટર પાસેના ચાર રસ્તા પર સવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ડમ્પરની અડફેટે ચડેલી એક્ટિ:વાનો ખૂડદો બોલી ગયો હતો. પરંત ચાલક યુવાનનો ચમત્કારીક બચાવ થયો હતો. સામાન્ય ઇજા પહોંચતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતા પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી. ભુજના એરપોર્ટ રોડ પર રહેતો સાટી સુલેમાન કાતીયાર નામનો 21 વર્ષનો યુવક મંગળવારે સવારે સાડા અગ્યારના અરસામાં સરપટ નાકા બહાર છત્રી ક્વાર્ટર ચાર રસ્તા પરથી એક્ટિવાથી જઇ રહ્યો હતો ત્યારે ભારેખમ ડમ્પરની અડફેટે આવી જતાં તેનું એકટીવા ડંપર નીચે આવી જતાં ભૂકા બોલી ગયા હતા.

પરંતુ ચમત્કારીક રીતે એક્ટિવા ચાલક ફંગોળાઇ જતાં તેને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું છે હાલ ઘાયલ યુવક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતાં પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...