તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:હાજીપીર પાસે ડમ્પર અને ટ્રક અથડાતાં આગ, કેબીનમાં ફસાયેલા ચાલકનું ભૂંજાઇ જતાં મોત

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે બન્યો બનાવ ભુજ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લીધી
  • ડમ્પરમાં ફસાયેલો કુનરીયાનો યુવાન બહાર નીકળી ન શકતાં જીવતો સળગી જતા અરેરાટી

નખત્રાણા તાલુકાના મુરૂ ગામથી હાજીપર જતા રોડ પર રાત્રે ડંપર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બન્ને વાહનોમાં આગ લાગી જતાં ડંપરની કેબીનમાં ફસાયેલ કુનરીયા ગામનો ચાલક બહાર ન નીકળી શકતાં જીવતો સળગી ગયો હતો. બનાવને પગલે પોલીસે ભુજ ફાયર બ્રિગેડની ટીમને બોલાવી વાહનોની આગને કાબુમાં લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ મંગળવારે રાત્રીના સાડા અગ્યાર વાગ્યાના અરસામાં નખત્રાણા તાલુકાના મુરૂ ગામથી હાજીપીર જતા માર્ય પર બન્યો હતો.

હાજીપીર તરફ કપચી ભરીને આવી રહેલા ડમ્પર અને સામે મીઠું ભરીને આવતી ટ્રક સામ સામે ધડાકાભેર અથડાઇ હતી. જેને કારણે બન્ને વાહનમાં આગ લાગી જતાં ડંપરની કેબીનમાં ફસાયેલ કુનરીયા ગામના હરજીભાઇ ઉર્ફે હરીભાઇ લક્ષ્મણભાઇ કેરાસીયા (ઉ.વ.47) બહાર નીકળી ન શકતાં આખા શરીરે બળી જતાં તેમનું સ્થળ પર કંકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું. બનાવને પગલે નખત્રાણા પોલીસે ભુજથી ફાયર બ્રિગેડ બોલાવીને વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. નખત્રાણા પોલસે બનાવની નોંધ લઇ આગળની તપાસ પીએસઆઇ ખાભડે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...