તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

બેદરકારી:તંત્રના પાપે કચ્છના કરાર આધારીત કર્મચારીઓ મહેનતાણાથી વંચિત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર, પટ્ટાવાળા, ઓપરેટરોને જુલાઇનો પગાર ન મળ્યો

કચ્છની જુદી-જુદી સરકારી કચેરીઓમાં કરાર આધારે ફરજ બજાવતા ડ્રાઇવર, પટ્ટાવાળા અને ઓપરેટરો મહેસૂલ વિભાગના પાપે સમયસર કરાર રિન્યૂ ન થઇ શકતાં જુલાઇ મહિનાના પગારથી વંચિત છે. કચ્છમાં જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, તાલુકા પંચાયત અને મામલતદાર સહિતની સરકારી કચેરીઓમાં ઓપરેટર, ડ્રાઇવર અને પટ્ટાવાળાને કરાર આધારે રાખવામાં આવે છે, જેનો કરાર ઓમ એન્ટરપ્રાઇઝ અને અન્ય એક એજન્સીને અપાયો છે. નિયમ અનુસાર એજન્સીનો કરાર જુન મહિનામાં પૂર્ણ થઇ ગયો હતો. આ કરાર પૂર્ણ થાય તે પહેલા મહેસૂલી વિભાગે તે અંગેની જાણ સાથેનો પત્ર કલેક્ટરના વંચાણે ન મુકતાં સમયસર કરાર રિન્યુ થયો નહીં. જો કે, કરાર રિન્યૂ ન થયો હોવા છતાં પણ જિલ્લાની તમામ કચેરીઓમાં કામ કરતા ઓપરેટર, સેવક અને ડ્રાઇવરોએ કોરોના મહામારી વચ્ચે પોતાની ફરજ ચાલુ રાખી હતી.

એજન્સીઓનો કરાર જુલાઇના બદલે ઓગસ્ટમાં રિન્યૂ કરાયો છે, જેથી કચ્છભરના કરાર આધારિત કર્મચારીઓને જુલાઇ મહિનાનો પગાર હજુ સુધી નથી મળ્યો. આમા, એજન્સીઓનો કોઇ રોલ આવતો નથી. એજન્સીએ તો જો તંત્ર દ્વારા પત્ર મોકલવામાં આવે તો 24 કલાકમાં પગાર કરવાની તૈયારી બતાવી છે કારણ કે, પત્ર હોય તો તેઓ તે પ્રમાણે બિલ રજૂ કરી શકે તેમ છે. જે કોઇ ખામી કે, ગાફેલિયત કહો તે મહેસૂલી વિભાગની હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યા છે. કરાર આધારિત કર્મચારીઓના જણાવ્યા મુજબ મહેસૂલ વિભાગે માત્ર પોતાના પૂરતી વ્યવસ્થા કરી અને અન્ય કચેરીઓને પોતાની રીતે વ્યવસ્થા કરી લેવા જણાવી, જવાબદારી ન સ્વીકારી દોષનો ટોપલો અન્ય કચેરીઓ પર ઢોળી દીધો છે.

આજે કર્મચારીઓ જિલ્લા સમાહર્તાને મળી પગાર મુદ્દે કરશે રજૂઆત
ડ્રાઇવર, ઓપરેટર અને પટ્ટાવાળાઓ કરાર આધારિત આ નોકરી થકી જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સમયસર કરાર રિન્યૂ ન થતાં જુલાઇ મહિનાનો પગાર હજુ સુધી કર્મચારીઓને મળ્યો નથી. આ મુ્દે કર્મચારીઓ કલેક્ટરને મળવાના હતા પરંતુ કોરોનાના કેસ વધતાં જિલ્લા સમાહર્તા મિટિંગોમાં હોઇ મળી શક્યા ન હતા. તા.21/9, સોમવારના ફરી આ મુદ્દે જિલ્લા સમાહર્તાને રૂબરૂ મળીને રજૂઆત કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો