તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કોરોનાના કારણે ભુજમાં ટેક્ષીચાલકોની બચત ખૂટી ગઈ, હવે ધીરજ પણ ખૂટવા લાગી

ભુજ24 દિવસ પહેલા
  • એક વર્ષથી કોરોનાકાળમાં ધંધા ઘટી ગયા, ઇંધણ ભાવ વધી જતાં હાલાકી

"કચ્છ નહિ દેખા તો કુછ નહીં દેખા" મહા નાયક અમિતાભ બચ્ચનના મુખેથી ટેલિવિઝન સ્ક્રિન પર આ સવાંદ સાથેની વિજ્ઞાપનથી પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા કચ્છ મલકની પ્રસિદ્ધિ દેશના સીમાડા પાર પહોંચી ગઈ હતી. જેના બાદ પર્યટન પ્રેમીઓ માટે કચ્છ ફરવાનું ખાસ સ્થળ બની ગયું હતું. પ્રવાસનના કારણે કચ્છમાં ટેક્સી ચલાવી ગુજરાન ચલાવતા લોકોને પણ સારી એવી રોજગારી મળી રહેતી હતી. પરંતુ, કોરોના મહામારીના કારણે હાલ જિલ્લાના ટેક્સીચાલકોની હાલત કફોડી બની છે.

ભુજના ટેક્ષીધારકોએ મહામારીની અસર તળે પોતાના વાહન સાથે ઘર પરિવારની રફતાર અટકી પડી હોવાનું જણાવી પોતાની પરિસ્થિતિથી અવગત કરાવ્યા હતા. ભૂજ ટેક્ષી એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ ભટ્ટીએ કહ્યું હતું કે 35 થી 40 વર્ષ થઈ ગયા ટેક્ષી વ્યવસાયમાં પરંતુ આવી મંદી ક્યારેય નથી જોઈ, એક એક સપ્તાહ સુધી ટ્રીપ નથી મળતી, તેમાં ઘર પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. હાલ 70 જેટલી ટેક્ષીઓ આવેલી છે. જેમાં તમામની હાલત કફાડી બની રહી છે. તદુપરાંત ઇંધણ અને સ્પેરપાર્ટ્સના ભાવમાં પણ ખૂબ વધારો થઈ જતા, ભારે પરેશાની ખડી થઈ છે.

અન્ય ટેક્ષી ચાલકો અને સંચાલકોએ પણ ઇંધણ ભાવ વધારાની સાથે કોરોનાના કારણે પ્રવાસી વર્ષની ગેર હાજરીના કારણે ઘરની ગાડી, આર્થિક વ્યવહાર પુરા ન પડતા અટકી રહી હોવાનું જણાવ્યું હતુ. આ માટે તેમણે સરકાર પાસે ઇંધણ ભાવમાં ઘટાડો કરવા અને બનતી રાહત આપવાની માંગ કરી હતી. અન્યથા ન છૂટકે વર્ષોનો ધંધો હવે મુકવો પડશે. પછી આગળ શું થશે એ તે ઉપરવાળો જાણે.

અન્ય સમાચારો પણ છે...