મુશ્કેલી:ગાગોદર પેટા કેનાલની દયનીય સ્થિતિના કારણે 30 ટકા ખેડૂતો પિયતથી વંચિત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેનાલની સફાઇ કરાવી પૂરતા પ્રમાણમાં પાણી છોડવા રાપરના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારને કરાઇ રજૂઆત

રાપર તાલુકાની ગાગોદર પેટા કેનાલની પુરતા પ્રમાણમાં સફાઈ કરી રવીપાક માટે નર્મદા કેનાલમાં પુરતા પ્રમાણમાં અને છેવાડા સુધી પાણી પહોંચાડવા અંગે રાપર ધારાસભ્ય સંતોકબેન ભચુભાઇ આરેઠીયા દ્વારા રાજય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી, વિપક્ષી નેતા, સરદાર સરોવર નર્મદા વિભાગના મેનેજીંગ ડાયરેક્ટર સહિત કરછ કલેક્ટર અને અધિક્ષક ઇજનેર સમક્ષ કરાયેલી રજૂઆતમાં રાપર તાલુકાના ગાગોદરની નર્મદા પેટા કેનાલની સફાઈ ન થવા તથા વહેલી તકે કેનાલમાં પુરતા પ્રમાણમાં છેવાડા સુધી પહોચાડવાની માંગ કરાઇ છે. હાલના સમયમાં ગાગોદર પેટા કેનાલની હાલત ખુબજ દયનીય છે.

જે અંગેના ફોટોગ્રાફ તથા વિડીયો સહિતના પુરાવા રાજય સરકારને મોકલતા જણાવ્યુ હતું કે આ સમગ્ર વિસ્તારના ખેડૂતો આ નર્મદા કેનાલના પાણી માટે વલખાં મારી રહ્યા છે. કેનાલની કોઈ પણ પ્રકારે સાફસફાઈ કરાતી નથી. અને કેનાલ પુરાણ થઈ રહી છે. જેથી કરીને કેનાલ સાથે સંકળાયેલા ખેડૂતોમાંથી ત્રીસ ટકા જેટલા ખેડુતોને આ કેનાલનો લાભ મળતો નથી. તેમજ આ કેનાલમાં જરૂરિયાત મુજબનું પુરતુ પાણી પણ છોડાતું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આ બાબતે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવતી નથી. સમગ્ર કેનાલની કામગીરી પણ ખુબ જ નબળી કરેલી છે. જે અંગેની ઘણી ફરિયાદો અગાઉ પણ સ્થાનિક સરપંચઓ તથા જાગૃત ખેડુતો દ્વારા કરાઇ છે. છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માટે આ સમગ્ર બાબતને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ સત્વરે પુરતા પ્રમાણમા સફાઈ તેમજ સમારકામ કરી ત્વરિત છેવાડાના વિસ્તાર સુધી પહોંચી શકે તે રીતે તાત્કાલિક ધોરણે પાણી છોડવા અંગેની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...